Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

સમસ્ત કોળી સમાજના સમુહલગ્ન

રાજકોટઃ શહેરની બાજુમાં આવેલ આણંદપર (નવાગામ) મુકામે સમસ્ત કોળી જ્ઞાતી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે તળપદા કોળી સમાજના છઠ્ઠો સમુહ લગ્નનું આયોજન થયેલ. જેમા ૧૨ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડયા. આ સમુહ લગ્નની સાથે રેડક્રોસ બ્લડ બેંક રાજકોટના સહયોગથી મહા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ૮૦ રકતદાતાઓએ રકતદાન કરેલ. આ સમુહ લગ્નમાં શાસ્ત્રોકત વિધી લીલાધર જાદવજીભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ.

આ સમુહ લગ્નમાં દિકરીઓને ૧૨૦થી વધુ વસ્તુઓ કરીયાવરમાં આપવામાં આવેલ. સંતશ્રી વાલજી ભગત કાળાસર જગ્યાના મહંતના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું તથા આર્શીવચન સંતશ્રી હરીરામબાપુ સતરંગ જગ્યાના મહંત તથા હસુભગત ગૌ સેવકે આપ્યા હતા. આ તકે વાંકાનેરના ધારાસભ્ય મહમદ જાવેદ પીરજાદા, માજી ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જીલ્લા પંચાયતના સદસ્ય રાણીબેન બચુભાઈ સોરાણી, નાથાભાઈ મકવાણા, નવઘણભાઈ મેઘાણી, તાલુકા પંચાયત સદસ્ય બિંદુબેન નારણભાઈ સોલંકી, દેવશીભાઈ સાપરા, રેખાબેન મકવાણા, બાબુભાઈ કુમરખાણીયા, કાનજીભાઈ બારૈયા, કોર્પોરેટર પ્રવિણભાઈ સોરાણી, મનસુખભાઈ જાદવ, અરવિંદભાઈ રૈયાણી, દેવુભાઈ કોરડીયા સરપંચશ્રી કાગદડી, વિજયભાઈ રાઠોડ સરપંચશ્રી સોખડા, મોહનભાઈ કુમરખાણીયા સરપંચશ્રી ખીજડીયા, મનસુખભાઈ રાતોજા સરપંચશ્રી નાકરાવાડી, જગાભાઈ જાપડીયા સરપંચશ્રી લોભીડા, ભરતભાઈ ડાભી સરપંચશ્રી બેડી, રમેશભાઈ ધામેચા ગૌ રક્ષક અધ્યક્ષ, નિવૃત પ્રોફેસર રતનશીભાઈ જાપડીયા, રમેશભાઈ પરમાર, ભરતભાઈ સોરાણી, રમેશભાઈ ધોરીયા, ગોરધનભાઈ સરવૈયા, વજુભાઈ ભાલીયા, મગનભાઈ બાવળીયા એડવોકેટ, હરેશભાઈ પરસોંડા એડવોકેટ, મંજુલાબેન ધોરીયા ગાયક કલાકાર તથા વિવિધ સંગઠનના આગેવાનો તેમજ આશરે ૧૫ હજાર જેટલા જ્ઞાતિજનો તથા આમંત્રીત મહેમાનોએ હાજરી આપી હતી. ગામ સમસ્ત અને જ્ઞાતિ જનોએ ભોજનનો લાભ લીધો હતો.

આ સમુહ લગ્નને સફળ બનાવવા પ્રમુખ ધીરૂભાઈ હાંડા, ઉપપ્રમુખ નારણભાઈ સોલંકી, ટ્રસ્ટીઓ ધીરૂભાઈ જેસાણી, જીતેશભાઈ માલકીયા, હસમુખભાઈ સરીયા, ગોરધનભાઈ ખમસાણી, રાજેશભાઈ જાપડીયા, વિજયભાઈ સોલંકી, દિનેશભાઈ અજાડીયા, અરજણભાઈ સરવૈયા, દિનેશભાઈ હાંડા, દેવશીયાભાઈ સોલંકી, પાંચાભાઈ ડાભી તેમજ ૩૦૦થી વધુ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. તેમ યાદીના અંતમાં જણાવ્યું છે વધુ વિગતો માટે મો.૯૯૭૯૫ ૮૫૨૦૧ઉપર સંપર્ક કરવો.

(3:42 pm IST)