Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ઓખી ઇફેકટઃ ૧ર૦ પ્રકારની મતદાન સામગ્રી ભીંજાઇ ન જાય તે જોવા ચૂંટણી પંચનો કલેકટરોને આદેશ

મતદાન સ્લીપનું ૯પ ટકા વિતરણ પુરૃઃ કાલે સાંજે બહારના નેતાઓ-કાર્યકરોને રાજકોટ છોડી દેવા આદેશ :૧૦૦ જેટલી બસો ભાડે કરાઇઃ તંત્ર સાબદું: રેપીડ એકશન ફોર્સ-પોલીસના ધાડેધાડા ગોઠવાશે

રાજકોટ તા. ૬: સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઓખી વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો હતો, તે ભય હવે દૂર થયો છે, અને તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ ચૂંટણી પંચ જરાય કાચૂ કાપવાના મૂડમાં નથી.

રાજકોટ સહિત રાજયના તમામ કલેકટરોને સૂચના આપી આદેશ કર્યો છે કે, વરસાદની શકયતા હોય, તે સંદર્ભે શુક્રવારે મતદાન સ્ટાફને આપવાના થતા ઇવીએમ-વીવીપેટ મશીનો અને અન્ય ૧ર૦ વસ્તુઓની મતદાન સામગ્રી પલળી ન જાય કે કોઇ નુકશાન ન થાય તેઓ ખાસ તકેદારી લેવી, અને મોટી પ્લાસ્ટીકની બેગમાં ફીટ કરવી, અને તે સંદર્ભે દરેક આર.ઓ. દ્વારા હવે પ્લાસ્ટીક બેગ ખરીદવા આજે દોડધામ થઇ પડી હતી.

દરમિયાન, નાયબ જીલ્લા ચૂંટણી અધીકારી શ્રી મીતેશ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે મતદાન સ્લીપનું કામ પૂર્ણ થયું છે, હવે માત્ર પ ટકા વિતરણ બાકી છે.

તેમણે જણાવેલ કે કાલે સાંજે પ વાગ્યે રાજકોટ શહેર-જીલ્લામાં બહારથી આવનાર નેતાઓ અને કાર્યકરોને રાજકોટ શહેર-જીલ્લો છોડી દેવા આદેશો કરાયા છે, પાંચથી વધુ લોકોને ભેગા ન થવા અંગે પણ જાહેરનામું બહાર પડાયું છે, સભા-સરઘસ ઉપર પણ કાલ સાંજથી પ્રતિબંધ આવી જશે.

 

(3:37 pm IST)