Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

વીવીપી કોલેજમાં મતદાર જાગૃતિ અભિયાન

 વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત દેશમાં વધુને વધુ લોકો મતાધીકાર ભોગવતા થાય તેવા હેતુથી તાજેતરમાં વીવીપી એન્જીનીયરીંગ કોલેજ ખાતે 'મતદાર જાગૃતિ અભિયાન' હાથ ધરાયુ હતુ. નાગરીક સહકારી બેંકના ચેરમેન નલીનભાઇ વસા, વીવીપીના ટ્રસ્ટી કૌશીકભાઇ શુકલે ખાસ ઉપસ્થિત રહી વાવાજોડા અને વરસાદી વાતાવરણ વચ્ચે પણ વિદ્યાર્થીઓ, પ્રાધ્યપકો અને કર્મચારીઓએ કિશરાનપરા ચોકમાં દેશભકિતના ગીતો સાથે જે મતદાન જાગૃતી અભિયાન ચલાવ્યુ તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. અચુક મતદાનના શપથ લેવડાવાયા હતા.  સમગ્ર અભિયાન બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટી કૌશીકભાઇ શુકલ, ડો. સંજીવાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆરે અભિનંદન પાઠવેલ.

(3:32 pm IST)