Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

રાજકોટ વિધાનસભાં - ૬૯ના યુથ કોંગ્રેસ પ્રમુખ મનીષભાઈ પટેલ ભાજપમાં

રાજકોટ : વિધાનસભા-૬૯ના યુથ કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. આ વિસ્તારના યુથ કોંગ્રેસના પ્રમુખ અને પાટીદાર સમાજના યુવા અગ્રણી શ્રી મનીષભાઈ પટેલે તેની યુવા ટીમ સાથે કેન્દ્રના કૃષિ મંત્રી શ્રી પરષોત્ત્।મભાઇ રૂપાલાની હાજરીમાં કેશરિયો ખેસ ધારણ કર્યો છે. શ્રી મનીષભાઈ પટેલ ગત કોર્પોરેશનમાં હાલના શહેર ભાજપાના પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી સામે દાવેદારી વોર્ડ ન. ૯માં નોંધાવી હતી તેની સામે હારી ગયા હતા. તેઓની સાથે તેના યુવા સાથી કિરણભાઈ પટેલ , રાજુભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ, હર્ષદભાઈ ગઢવી, પ્રકાશભાઈ પટેલ, પ્રિયાંશુ ડઢાણીયા, કશ્યપભાઈ પંડિત અને તેની યુવા ટીમ જોડાઈ હતી. ભાજપાના સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા તેમજ વોર્ડ ન. ૯ના શ્રી પુષ્કરભાઈ પટેલ, શ્રીમતી રૂપાબેન શીલુ, અને શીલાબેન જલુ પણ ઉપસ્થિત રહ્યા હતા.

(3:31 pm IST)