Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

દિનેશ ગોસાઈ મેમોરીયલ ઓપન રાજકોટ અન્ડર-૧૨ ટેનિસ ટૂર્નામેન્ટ સપન્ન

રાજકોટ : એજી ઓફિસ રિક્રીએશન કલબ દ્વારા આયોજીત સ્વ.દિનેશ ગોસાઈ મેમોરિયલ ઓપન રાજકોટ અંડર-૧૨ ટેનિસ ટુર્નામેન્ટ સંપન્ન થઈ છે. આ ટુર્નામેન્ટમાં બોયઝમાં શ્રી સિધ્ધાંત પટેલ તથા ગર્લ્સમાં કૂ.રીવા જાદવ વિજેતા થયેલ છે. ઈનામ વિતરણ  શ્રી શરતચંદ્ર બસંતીયા,  શ્રીમતી સુપ્રભાદેવી બસંતીયા, શ્રી બી.બસંતીયા એકાઉન્ટન્ટ જરનલ, શ્રીમતીદેબોસ્મિતા બસંતી તથા શ્રી અવિનાશ જાધવ ડે. એકાઉન્ટન્ટ જનરલના હસ્તે કરવામાં આવેલ છે. કાર્યક્રમને સફળ બનાવવામાં એ.જી ઓફિસ રિક્રીએશન કલબના સેક્રેટરી રાફેલ ડાભી, જે.ડી.પટેલ, પિયુષ  ભટ્ટ, કુલદીપ રાવલ, કુલદીપ જોશી, પ્રકાશ બક્ષી તથા પ્રકાશ ઠાકરે જહેમત ઉઠાવેલ હતી.(૩૦.૬)

 

(3:30 pm IST)