Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

૧૨ વર્ષની બાળાનું ટ્રેકટરમાં અપહરણ કરી બળાત્કાર ગુજારનાર પકડાયો

મુળ દાહોદ પંથકના વિજય સંઘોરની પોલીસે આકરી પુછતાછ કરી

રાજકોટ તા.૬: બોલબાલા માર્ગ પર ભાગ્યલક્ષ્મી મટીરીયલ્સ પાસે લાલપાર્ક નજીક ઝૂપડપટ્ટીમાં રહેતાં મુળ દાહોદ પંથકના વિજય શંકરભાઇ સંઘોર નામના ૨૧ વર્ષના શખ્સે ગત ૩ના રોજ ૧૨ વર્ષની બાળાને ટ્રેકટરમાં બેસાડી ભગાડી જઇ બળાત્કાર ગુજારતાં ભકિતનગર પોલીસે ગુનો નોંધી આ શખ્સને સકંજામાં લીધો છે.

ભોગ બનનાર બાળાના પિતાની ફરિયાદ પરથી પી.આઇ. વી. કે. ગઢવી, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદીની ૧૨ વર્ષની બાળા તા. ૩ના રોજ ગૂમ થઇ હતી. શોધખોળ બાદ પણ પત્તો મળ્યો નહોતો.  દરમિયાન તેને દાહોદ તરફની વિજય ભગાડી ગયાની માહિતી મળતાં તપાસ શરૂ થઇ હતી. વિજય હાથમાં આવી જતાં બાળાએ પોતાને ટ્રેકટરમાં બેસાડી વિજયએ પોતાની ઓરડીમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યાનું કબુલતાં પોલીસે પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

 

(12:58 pm IST)