Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

બી-ડિવીઝનના પી.આઇ. આર. એસ. ઠાકર અને ટીમનું સીઆરપીએફ જવાનોને સાથે રાખી વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગ

નિડર રહી મતદાન કરવા અને કોઇપણ મુશ્કેલી જણાય તો તુર્ત જ જાણ કરવા લોકોને અપિલ કરાઇ

રાજકોટઃ વિધાનસભાની ચૂંટણીમાં રવિવારે મતદાન છે ત્યારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ સહિતના અધિકારીઓએ આપેલી સુચના અંતર્ગત બી-ડિવીઝનના પી.આઇ. આર. એસ. ઠાકર, પી.એસ.આઇ. આર.એસ. પટેલ, પી.એસ.આઇ. પી. બી. જેબલીયા તથા સર્વેલન્સ સ્ટાફે સીઆઇએસએફના જવાનોને સાથે રાખી બી-ડિવીઝન વિસ્તારના મનહરપરા, લાલપરી, મંછાનગર, નરસિંહનગર સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ કરી કાયદો વ્યવસ્થા જાળવવા બાબતે વિસ્તારના લોકોને વિશ્વાસમાં લઇ વાતચીત કરી હતી. તેમજ નિડર રહી મતદાન કરવા અને કોઇપણ મુશ્કેલી જણાય તો તુર્ત જ પી.આઇ. આર. એસ. ઠાકરના ફોન નં. ૯૯૦૯૯ ૧૭૯૫૧ અથવા પોલીસ મથકના ફોન ૦૨૮૧ ૨૨૩૦૬૩૭ ઉપર તુર્ત જ જાણ કરવા જણાવાયું હતું.

(12:57 pm IST)