Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં ખાતાકીય બઢતીમાં અન્યાય

સેનીટેશન ઓફીસરને હુકમ મુજબ ફરજ સોપવા પછાત વર્ગ કર્મચારી મંડળની રજુઆત

રાજકોટ તા. ૬ : મ્યુ.કોર્પોરેશનની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ખાતાકીય બઢતીમાં અન્યાય થતો હોવાની રજુઆત પછાત વર્ગ મ્યુનિસિપલ કર્મચારી મંડળ દ્વારા મ્યુ. કમિશ્નરને કરાઇ છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે ''સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સેનીટેશન ઓફીસર તરીકે સેનેટરી ઇન્સપેકટરોને ખાતાકીય બઢતીથી નિમણુંકો અપોલ છે પરંતુ નિમણુંક પામેલ કર્મચારીને નિમણુંકની જગ્યા મુજબ ફરજ સોપવામાં નથી આવી જે અન્યાયી છે.ત્યારે આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા માંગ છે.''

(3:52 pm IST)