Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

વિજય પ્લોટમાં ડામર રી-કાર્પેટ

શહેરના વોર્ડ નં.૭ના જાગૃત કોર્પોરેટર કશ્યપ શુકલ, અજય પરમાર, મીનાબેન પારેખ તથા હીરલબેન મહેતાના સહીયારા પ્રયાસોથી વોર્ડમાં અનેકવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવેલ છે ત્યારે વિજય પ્લોટ વિસ્તારમાં રાજકોટ (દક્ષિણ)ના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલની ગ્રાન્ટમાંથી રૂ. ૩૦ લાખના ખર્ચે ડામર-રી કાર્પેટ કામનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના વરદ હસ્તે તેમજ શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, વોર્ડ પ્રભારી સુરેન્દ્રસિંહ વાળા, વોર્ડ પ્રમુખ રમેશભાઇ દોમડીયા, વોર્ડ મહામંત્રી અનિલભાઇ લીંબડ, કોર્પોરેટર કશ્યપ શુકલ, અજય પરમાર, મીનાબેન પારેખ, હીરલબેન મહેતા, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, પુનીતાબેન પારેખ, જીતુભાઇ સેલારા, રમેશભાઇ પંડયા, કિરીટ ગોહેલ, રાજુભાઇ મુંધવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ તકે સ્થાનિક કાર્યકર્તાઓ અને અગ્રણીઓ નટુભાઇ ચાવડા, નિતીનભાઇ જરીયા, મનોજભાઇ ડોડીયા, બહાદુરભાઇ ગોહિલ, નારણભાઇ ડાભી, દિલીપભાઇ જરીયા, વીનુભાઇ જરોલી, કૌશીક ચાવડા, પથુભા  ડોડીયા, જગાભાઇ ભરવાડ,ચુનીભાઇ જરીયા સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:49 pm IST)