Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

કોઠારીયા- વિવેકાનંદનગર વિસ્તારમાં ડામર કામ

વોર્ડ નં. ૧૬ માં કોઠારીયા રોડ વિવેકાનંદનગર વિસ્તારમાં ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીની ગ્રાન્ટમાંથી રૂ.૩૧ લાખના ખર્ચે ડામર કામનો આરંભ કરવામાં આવતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. ખાતમુહુર્ત પ્રસંગે શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, વોર્ડ નં. ૧૬ ના ભાજપ પ્રભારી જીણાભાઇ ચાવડા, વોર્ડ પ્રમુખ ભાર્ગવભાઇ મિયાત્રા, મહામંત્રી જીતુભાઇ સીસોદીયા, જતીનભાઇ કોટડીયા, મહાનગરપાલીકા કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકર, પૂર્વ કોર્પોરેટર પ્રવિણભાઇ કિયાડા, નરેન્દ્રભાઇ ડવ, ભરતભાઇ કુબાવત, લીનાબેન રાવલ, શહેર ભાજપ ઉપપ્રમુખ કંચનબેન સિધ્ધપુરા, મહિલા ભાજપ મોરચાના વોર્ડ પ્રમુખ ચાંદનીબેન ગોંડલીયા, પવુભા પરમાર, રમેશભાઇ ઉંધાડ, ઉકાભાઇ લાવડીયા, રાજેશભાઇ લીલા, રાજુભાઇ દુદકીયા, સુરેશભાઇ વસોયા, દિલીપસિંહ જાડેજા, વિનુભાઇ છૈયા, પ્રકાશભાઇ બસીયા, મનોજભાઇ પરમાર, કેશુભાઇ સોની, રાજેશભાઇ સોલંકી, ભરતભાઇ ટોળીયા, મનુભાઇ ચાંગડીયા, મનોજભાઇ ચાવડા, નીશુભાઇ ચૌહાણ, રાજેશભાઇ સિધ્ધપુરા, જશુબેન રૈયાણી, મનીષાબેન ગોહેલ, દીપાલીબેન પરમાર, જેબુનબેન પનાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:48 pm IST)