Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

મ.ન.પા.ના ફૂડ વિભાગ દ્વારા સતત ચોથા દિવસે ચેકીંગ : નાનખટાઇ - ચેવડો - કુરકુરેના નમૂના લેવાયા

છાપાની પસ્તીમાં પેકીંગ અને દાઝયુ તેલ વાપરનારા બે વેપારીને નોટીસ : શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ ફરસાણ, ડેરી ફાર્મ સહિત કુલ ૧૭ દુકાનોમાં ચેકીંગ

રાજકોટ તા. ૬: દિવાળીનાં તહેવારો દરમિયાન ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ રોકવા અને લોકોને આરોગ્યપ્રદ મીઠાઇ-ફરસાણ વગેરે મળી રહે તે માટે મ.ન.પા.નાં આરોગ્ય તંત્ર દ્વારા આજે સતત ચોથા દિવસે પણ ફરસાણ, ડેરી ફાર્મનાં વેપારીઓને ત્યાં ચેકીંગ હાથ ધરી અને આજે કુલ ૧૭ સ્થળે ચેકીંગ કરી ૪ સ્થળેથી ખાદ્ય પદાર્થોનાં નમુનાઓ લીધા હતાં ત્થા ર વેપારીઓને નોટીસો આપી હતી અને કુલ ર૧ કિલો પસ્તીનો નાશ કર્યો હતો.

આ અંગે આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની ફુડ વિભાગ દ્વારા દિવાળીના તહેવારને અનુલક્ષીને ડ્રાયફ્રુટ તથા મીઠાઇ ફરસાણનું વેંચાણ બહોળા પ્રમાણમાં થતું હોય, જાહેર જનતાને ભેળસેળ રહિત આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી પેઢીના સ્થળ પર વપરાતા ખાદ્ય તેલની વેલ્યુ ચેક કરી તથા ફુડ બિઝનેશ ઓપરેટરોની ચકાસણી કરી નમુના લેવાની કામગીરી કરવામાં આવેલ છે. જેની વિગત આ મુજબ છે.

૪ નમૂના લેવાયા

ડ્રાયફ્રુટ - બટેટાનો ચેવડો (લુઝ) - કાંતિભાઇ ગોર્ધનભાઇ ચેવડાવાળા, જયુબેલી ગાર્ડન રોડ ખાતેથી, પૌવાનો ચેવડો (લુઝ) - યશવંતભાઇ કાંતિભાઇ ચેવડાવાળા, જયુબેલી ગાર્ડન રોડ ખાતેથી,        ચોકો ચીપ્સ નાન ખટાઇ (લૂઝ) - રામેશ્વર બેકર્સ એન્ડ કેક શોપ, ૧૦-લક્ષ્મીવાડીમાંથી, કુરકુરે નમકીન (લૂઝ) - સોના સીંગ સેન્ટર, કેનાલ રોડમાંથી વગેરે નમૂનાઓ લેવાયા છે.

ચેકીંગ ઝુંબેશ

ગાયત્રી ડેરી ફાર્મ       લાખાના બંગલા રોડમાંથી ચકાસણી કરેલ, માં ભગવતી ફરસાણ એન્ડ સ્વીટ લાખાના બંગલા રોડ ગાંધીગ્રામમાંથી છાપેલ પસ્તી - ૨ કિ.ગ્રા.તારીખ, વપરાશ કરતા ખાદ્યતેલનું બોર્ડ લગાવવા તથા પસ્તી અંગે સુચના,         વરીયા ફરસાણ લાખાના બંગલા રોડ ગાંધીગ્રામમાંથી છાપેલ પસ્તી - ૭ કિ.ગ્રા.તારીખ, વપરાશ કરતા ખાદ્યતેલનું બોર્ડ લગાવવા તથા પસ્તી અંગે સુચના,      અમૃત ડેરી ફાર્મ લાખાના બંગલા રોડ ગાંધીગ્રામમાંથી તારીખ, વપરાશ કરતા ખાદ્યતેલનું બોર્ડ લગાવવા તથા પસ્તી અંગે સુચના, રાધિકા ડેરી ફાર્મ લાખાના બંગલા રોડ ગાંધીગ્રામમાંથી લાયસન્સ રીન્યુ કરાવવા અંગે સુચના, ગિરીરાજ ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ રૈયા ધાર મે. રોડ ખાતેથી છાપેલ પસ્તી - ૨ કિ.ગ્રા. તેમજ છાપેલ પસ્તી બાબતે નોટીસ, બાલકૃષ્ણ ફરસાણ માર્ટ રૈયા ધાર મે. રોડ ખાતેથી વપરાશ કરતા ખાદ્યતેલનું બોર્ડ લગાવવા અંગે સુચના, ચામુંડા ફરસાણ રૈયા ધાર મે. રોડ ખાતેથી છાપેલ પસ્તી - ૧ કિ.ગ્રા.વપરાશ કરતા ખાદ્યતેલનું બોર્ડ લગાવવા તથા પસ્તી અંગે સુચના,     જય જલારામ ફરસાણ એન્ડ સ્વીટ ગાંધીગ્રામ મે. રોડ એસ.કે.ચોકમાંથી છાપેલ પસ્તી - ૮ કિ.ગ્રા. તેમજ લાયસન્સ તેમજ છાપેલ પસ્તી બાબતે નોટીસ, રવિ સ્વીટ્સ એન્ડ નમકીન ગાંધીગ્રામ મે. રોડ એસ.કે.ચોકમાંથી વપરાશ કરતા ખાદ્યતેલનું બોર્ડ લગાવવા તથા લાયસન્સ અંગે સુચના, રાજશકિત ફરસાણ ગાંધીગ્રામ મે. રોડએસ.કે.ચોકમાંથી છાપેલ પસ્તી - ૧ કિ.ગ્રા.વપરાશ કરતા ખાદ્યતેલનું બોર્ડ લગાવવા તથા લાયસન્સ અંગે સુચના, નેમીનાથ ફરસાણ ગાંધીગ્રામ મે. રોડનાણાવટી ચોકમાંથી વપરાશ કરતા ખાદ્યતેલનું બોર્ડ લગાવવા અંગે સુચના, ગાંઠીયા જલેબી ડોટ કોમ ગાંધીગ્રામ મે. રોડ નાણાવટી ચોકમાંથી ચકાસણી કરેલ, કાંતિભાઇ ગોધરનભાઇ ચેવડાવાળા જયુબેલી ગાર્ડન રોડ ખાતેથી સેમ્પલીંગ કામગીરી કરી ચકાસણી કરેલ,  યશવંતભાઇ કાંતિભાઇ ચેવડાવાળા     જયુબેલી ગાર્ડન રોડ ખાતેથી સેમ્પલીંગ કામગીરી કરી ચકાસણી કરેલ,  રામેશ્વર બેકર્સ એન્ડ કેક શોપ ૧૦-લક્ષ્મીવાડીમાંથી સેમ્પલીંગ કામગીરી કરી ચકાસણી કરેલ, સોના સીંગ સેન્ટર કેનાલ રોડ ખાતેથી સેમ્પલીંગ કામગીરી કરી ચકાસણી કરેલ.  આમ, આજે ખાદ્યચીજના ૪ નમૂના લેવામાં આવેલ તથા ૧૭ને ત્યાં ચેકીંગ કરી જે પૈકી ૨ વેપારીને નોટીસ આપેલ તેમજ ૨૧ કિલો પસ્તીનો નાશ કર્યો હતો.

(3:48 pm IST)