Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

મ.ન.પા.માં ''એન્ક્રોચમેન્ટ રીમુવલ ઇન્સ્પેકટર'' તરીકે નિમણુંક પામેલ કર્મચારીઓને પદાધિકારીઓના હસ્તે ઓર્ડર એનાયત

રાજકોટઃ મહાનગરપાલિકાનાં જગ્યા રોકાણ વિભાગમાં એન્ક્રોચમેન્ટ રીમુવલ ઇન્સ્પેકટરની જગ્યા પર (એકસ આર્મી મેન) ની ભરતી કરવામાં આવેલ. આ નિમણુંક પામેલ કર્મચારીઓને તા. પ ના રોજ મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ડેપ્યુટીઇ મેયર અશ્વિનભાઇ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી અને એસ્ટેટ કમિટીના ચેરમેન પ્રીતિબેન પનારા વરદ હસ્તે નિમણુંક હુકમ આપવામાં આવેલ હતા. મેયરશ્રીએ તમામ કર્મચારીઓને જણાવેલ કે, રાજકોટ સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહેલ છે ત્યારે મુખ્ય માર્ગો પર નડતરરૂપ દબાણ હટાવવાની સાથે રેકડીઓવાળા બેરોજગાર ન બને તે રીતે તેઓને હોકર્સ ઝોનમાં ધંધા રોજગાર કરી શકે તે રીતે કાર્યવાહી કરવા જણાવેલ. પદાધિકારીઓએ તમામને શુભેચ્છા પાઠવેલ હતી.

(3:05 pm IST)