Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ખેલાડીઓનું ''મેડલ''થી પેટ નથી ભરાતું: ગુજરાત ખેડકુદ નીતિ-ર૦૧૬ ની યોગ્ય અમલવારી કરાવો

ગુજરાત જન અધીકાર મંચનું મૂખ્યમંત્રીને આવેદનઃ કલેકટર મારફત રજૂઆત

ગુજરાત જન અધીકાર મંચે કલેકટરને આજે આવેદન પાઠવ્યું હતું.

રાજકોટ તા. ૬ : ગુજરાત જન અધીકાર મંચના પ્રવિણરામ તથા અન્ય ખેલાડીઓએ મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની નીતી અંતર્ગત વિભિન્ન શિષ્યવૃતિ અને પ્રોત્સાહનો થકી યુવાવર્ગને ખેલકુદમાં કારકિર્દિ  ઘડવા ઇચ્છતાં રમવીરોને અને તેમના વાલીઓને સૌથી મોટી ચિંતા રોજગારી પ્રાપ્તિની હોય છે જે માટે ગુજરાત સરકારે ગુજરાત ખેલકૂદ નીતી ર૦૧૬ બનાવી છે, પણ તેમની યોગ્ય અમલવારી થઇ નથી, ગુજરાત ખેડકુદ નીતી અંતર્ગત ગુજરાત ખેલ કૂદ નીતિ -ર૦૧૬ પેજ નંબર ૧૭માં ઓલમ્પિક મેડલ વિજેતાને ગુજરાત રસકારમાં વર્ગ-૧, એશિયન મેડલ વિજેતાને વર્ગ-ર, અને નેશનલ મેડલ વિજેતાને વર્ગ-૩ની રોજગારી આપવા ગુજરાત સરકારે ગુજરાત ખેલકૂદ નીતિ-ર૦૧૬ બનાવી જેાં તાજેતરમાં સરિત ગાયકવાડને ડીવાયએસપીની પદવી તરીકે વર્ગ-ર તરીકે નિમણુંક આપવામાં આવેલ છે પણ હજી સુધી રાષ્ટ્રીય લેવલે રમતા વિદ્યાર્થીઓને વર્ગ-૩ના અલગ-અલગ ખાતામાં જેવા કે ફોરેસ્ટ, પોલીસ જેવા ખાતાઓમાં સીધી ભરતીમાં નિમણુંક માટે ર% સ્પોર્ટ કોટાનું અમલીકરણ થયું નથી અને એમાં યોગ્ય પ્રમાણમાં સ્પોર્ટ કોટાનું અમલીકરણ કરવામાં આવે જેના કારણે ગુજરાતના ખેલાડી ગુજરાત માટે અત્યારે જે રમી રહ્યા છે જે એક નિશ્ચિત ઉપર સુધી જ રમશે અને જ્યારે એ નિશ્ચિત ઉમર વટાવ્યા પછી જ્યારે તેને નાણાંની જરૂર હશે ત્યારે તેની પાસે રોજગારીનું સાધન નહીં હોય, જ્યારે કોઇ ખેલાડી મેડલ જીતે છે. ત્યારે એ મેડલથી પોતાનું પેટ નથી ભરાતું મેડલથી રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન થાય છે તો રાજ્યની પણ ફરજ છે કે ખેલાડીઓને રોજગારી આપવી અને તેને યોગ્ય પ્રોત્સાહન આપવું ત્યારે મારી આપશ્રીને નમ્ર વિનંતી છે કે(૧) ગુજરાત ખેલકૂદ નીતી ર૦૧૬ અંતર્ગત જે ર% અનામત આપેલ છે તેની અમલવારી કરવામાં ં આવે.

(3:04 pm IST)