Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

લાખોની કિંમતના દારૂના ગુનામાં પકડાયેલઆરોપીનો જામીન પર છૂટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ૬: ૧પ,૭૩,પ૦૦ ની કિંમતના દારૂના કેસમાં પકડાયેલ રાજસ્થાની શખ્સનો જામીન ઉપર છૂટકારો સેસન્સ અદાલતે ફરમાવેલ હતો.

આ બનાવની વિગત એવી છે કે ક્રાઇમ બાન્ચના પી.એસ.આઇ. પી. એમ. ધાખડા તથા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળતા કટારીયાના શો-રૂમથી વાવડી ગામ તરફ જવાના રસ્તે દરોડો પાડતા ત્યાં ઇંગ્લીશ દારૂનું ટેન્કર ટ્રક જીજે-૧૮-એયુ-૯૩૬૬ના દૂધના ટેન્કરમાં અલગ અલગ કંપનીની સીલબંધ બોટલ નંગ-પ૮૩ર કિંમત રૂ. ૧પ,૭૩,પ૦૦ની મળી આવતા આરોપીની ધરપકડ કરી રીમાન્ડ પર લેતા આ કામે ઉપરોકત ટ્રકના માલિક પ્રકાશ બિસનોય રહે. સાંચોર, રાજસ્થાનનું નામ ખુલેલ. જેથી પોલીસે તેની ધરપકડ કરી રીમાન્ડ પર લીધેલ. ત્યારબાદ રીમાન્ડ પુરી થતાં કોર્ટ હવાલે કરતાં ચીફ કોર્ટે તેને જ ેલ હવાલે કરેલ. જ ેથી આરોપીએ જામીન પર છુટવા અરજી કરી હતી.

કોર્ટ બન્ને પક્ષોની દલીલો ધ્યાને લઇ સેસન્સ અદાલતે આરોપી પ્રકાશ બિસનોય રહે. સાંચોર, રાજસ્થાનવાળાને રૂ. પ૦,૦૦૦ના શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ હતો.

ઉપરોકત કામમાં આરોપી વતી રાજકોટના ધારાશાસ્ત્રી અમિત એન. જનાણી, ઇકબાલ થૈયમ રોકાયેલ હતા.

(2:55 pm IST)