Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

વી.વી.પી. કોલેજમાં ઇમેજ પ્રોસેસીંગ એન્ડ મેડીકલ એપ્લીકેશન ટ્રેનીંગ પૂર્ણ

રાજકોટ, તા.૬ : વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનીકેશન વિભાગ દ્વારા 'ઇમેજ પ્રોસેસીંગ એન્ડ મેડીકલ એપ્લીકેશન' વિષય પર એક ઓનલાઇ ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન થયેલ જે ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ દ્વારા સ્પોન્સર્ડ કરવામાં આવેલ. ઇન્સ્ટીટયુટ ઓફ ઇલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનીકેશન એન્જીનીયર્સ (આઇ.ડી.ટી.ઇ.) વી.વી.પી. ચેપ્ટરનો સહયોગ મળેલ છે.

આ સેમિનારમાં ડો. હિરેન મેવાડા-પ્રીન્સ મોહમદ બીન કહાદ યુનિવર્સિટી, સાઉદ અરેબીયા, ડો. દીપક મહેતા-કરમસદ મડીકલ કોલેજના રેડીયો ડાઇગ્નોસીસ એન્ડ ઇમેજીંગના વડા, ડો. કે.પી. મીયાપુરમ-આઇ.આઇ.ટી. ગાંધીનગરના સાયન્સ વિભાગના વડા, ડો. આનંદ દરજી-એસ.વી.એન. આઇ.ટી. સુરતના ઇલેકટ્રોનિકસ વિભાગના વડા, ડો. રાહુલ ખેર-જીસેટ વલ્લભ વિદ્યાનગર, ડો. કેયુર બ્રહ્મભટ્ટ-બી.વી.એમ. કોલેજના ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વડા, ડો. તપન ગાંધી-આઇ.આઇ.ટી. દિલ્હીના ઇલેકટ્રીકલ વિભાગના પ્રોફેસર તેમજ ડો.આશિષ ફોફલીયા-આઇ.આઇ.ટી. વડોદરા, ડો. સુનિલ કરના-પ્રમુખ સ્વામી મેડીકલ કોલેજ કરમસદ અને ડો. ચંદ્રેશ વિઠલાણી-ગર્વમેન્ટ કોલેજ, રાજકોટ નિષ્ણાંતોએ જુદા જુદા વિષયો ઉપર ટ્રેનીંગ આપેલ હતી.

આ ટ્રેનીંગ પ્રોગ્રામમાં ગુજરાત અને ગુજરાત બહારની ખ્યાતનામ કોલેજોમાંથી ફેકલ્ટીઓ તેમજ વિદ્યાર્થીઓને બહોળી સંખ્યામાં ભાગ લીધેલ હતો.

કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકરના માર્ગદર્શન હેઠળ ઇ.સી. વિભાગના વડા ડો. ચાર્મીબેન પટેલના કોર્ડીનેટર અંતર્ગત ડો. વિશાલ નિમાવત, પ્રો. જીજ્ઞેશ અજમેરા તથા પ્રો. શેરોના ક્રિસ્ટીએ ઓર્ગેનાઇઝ તરીકે કામગીરી કરેલ અને સમગ્ર ઇ.સી. વિભાગે જહેમત ઉાવેલ હતી. આ કાર્યક્રમની સફળતા માટે ગુજકોસ્ટના ડાયરેકટર ડો. નરોતમ શાહ, આઇ.ઇ.ટી.ઇ. દિલ્હીના વડા જે.ડબલ્યુ બકાલ, સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટીઓશ્રી કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા તથા હર્ષલભાઇ મણીઆરે અભિનંદન પાઠવેલ.

(2:54 pm IST)