Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

જંગલેશ્વર પાસે વરલી ફીચરનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ રાહુલ, પ્રફૂલ, જીતુ અને પરસોતમની ધરપકડ

રાજકોટ તા. ૬: શહેરના જંગલેશ્વર પાસે આવેલા ખોડીયાર હોલની સામે ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમતા ચાર શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ જંગલેશ્વર પાસે ખોડીયાર હોલ સામે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ક્રાઇમ બ્રાંચના એએસઆઇ જયેશભાઇ, ચેતનસિંહ અને મહેન્દ્રસિંહને બાતમી મળતા પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી. જે. જાડેજા, એ.એસ.આઇ. જયેશભાઇ, રાજદીપસિંહ, ચેતનસિંહ, હિતેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ, ભરતસિંહ સહિતે જંગલેશ્વર પાસે ખોડીયાર હોલની સામે દરોડો પાડી ખુલ્લા મેદાનમાં વરલી ફીચરના આંકડા લેતા રાહુલ પ્રભાતભાઇ ડાંગર (ઉ.વ. ર૭) (રહે. ન્યુ કેદારનાથ સોસાયટી શેરી નં. ૮), કોઠારિયા રોડ), પ્રફુલ પાંચાભાઇ સગર (ઉ.વ. ૪૦), (રહે. ભરતીનગર), જીતુ ગગજીભાઇ ભાલાળા (ઉ.વ. ૩ર) (રહે. જંગલેશ્વર શેરી નં. ર૦) અને પરસોતમ લખમણભાઇ ચાવડા (ઉ.વ. પ૦) (રહે. નાળોદાનગર ગરબી ચોક કોઠારિયા રોડ) ને પકડી લઇ રૂ. ૩૪૬૭૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

(2:54 pm IST)