Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

'મારો પરિવાર, એલઆઈસી પરિવાર' અભિયાન અંતર્ગત રાજકોટ ડીવીઝનને ૫૦ હજાર પોલિસીનો લક્ષ્યાંક

સીંગલ પ્રમિયમનો વાર્ષિક ટાર્ગેટ રૂ.૧૬૫ કરોડ પૂર્ણ

રાજકોટઃ ભારતીય જીવન વીમા નિગમ, રાજકોટ ડિવિઝને તા.૩૧/૧૦/૨૦૨૦ના રોજ સિંગલ પ્રીમિયમનો વાર્ષિક ટાર્ગેટ રૂ.૧૬૫ કરોડનું પ્રીમિયમ પૂર્ણ કરી એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરેલ છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ મેનેજર શ્રી જયંત અરોરાએ યાદીમાં જણાવ્યું કે, ચાલુ વર્ષની આ કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં પણ રાજકોટ ડિવિઝને સિંગલ પ્રીમિયમમાં ગતવર્ષ કરતાં ૬૪.૬૯ ટકા ગ્રોથરેટ મેળવી પાંચ મહિના પહેલા જ લક્ષ્યાંક પૂર્ણ કરેલ છે. આ ઉપરાંત અન્ય લક્ષ્યાંકો પણ નાણાંકીય વર્ષ પહેલા જ પૂર્ણ કરવા રાજકોટ ડિવિઝન સજજ છે.

કોવિડ- ૧૯ની પરિસ્થિતિમાં જયારે લોકોમાં જીવન વીમા પ્રત્યે જાગૃતિ કેળવાઈ છે. ત્યારે વધુમાં વધુ લોકોને જીવન વીમાથી સુરક્ષિત કરવા માટે ઝોનલ ઓફિસે નવેમ્બર-૨૦૨૦ માહિનામાં ''મારો પરિવાર, એલઆઈસી પરિવાર'' અભિયાન અંતર્ગત ૧૧,૧૧,૧૧૧ પોલીસી કરવાનું નકકી કરેલ છે, જેમાં રાજકોટ ડિવિઝને પણ ૫૦,૦૦૦ પોલિસી કરી વધુમાં વધુ લોકોને જીવન વીમાની સુરક્ષા મળે તે માટેનો લક્ષ્યાંક રાખેલ છે. જેનો અભૂતપૂર્વ સહકાર દરેક જગ્યાએથી મળી રહેલ છે. નવેમ્બર મહિના દરમિયાન જે ફેમિલીમાંથી ત્રણ વ્યકિતને જીવન વીમાની સુરક્ષા આપવામાં આવશે. તે ફેમિલીને એલઆઈસીવતી સન્માનવામાં આવશે અને આવા જો કોઈ સોસાયટી કે ગામમાંથી ૧૦ ફેમિલીને જીવન વીમા દ્વારા સુરક્ષિત કરવામાં આવશે. તો સોસાયટીના મુખ્ય વ્યકિત કે ગામના સરપંચનું પણ સન્માન કરવામાં આવશે. તેમ માર્કેટીંગ મેનેજર શ્રી કેતન બારાઈ (મો.૯૮૨૪૪ ૬૫૧૬૬)ની યાદીમાં જણાવાયું છે.

(2:53 pm IST)