Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

જન વિજ્ઞાન જાથા દ્વારા કાળી ચૌદશે રાજયના ૪૫૦ નગરોના સ્મશાનોમાં જનજાગૃતિ કાર્યક્રમ

રાજકોટ ક્ષેત્રનો કાર્યક્રમ મહિકામાં : મેલીવિદ્યાની નનામી ઉપર ચા-નાસ્તો કરાશે

રાજકોટ તા. ૬ : આગામી તા. ૧૩ ના શુક્રવારે કાળી ચૌદશ છે. લોકો મેલીવિદ્યા અને કહેવાતી ગેરમાન્યતાઓમાંથી બહાર આવે તે હેતુથી ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા દર વર્ષે કાળી ચૌદશના સ્મશાનમાં જઇ જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે.

ત્યારે આ વર્ષે પણ રાજયભરમાં ૪૫૦ થી વધુ નગરોમાં સ્મશાનના ખાટલે જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. મેલીવિદ્યાની નનામીને મહીલાઓ કાંધ આપશે. ભુત પ્રેતના લીબાસમાં મશાલ સરઘસ યોજવામાં આવશે. સ્મશાને જઇ ખાટલે બેસી ચાની ચુસ્કી સાથે કકડાટના વડા આરોગાશે.

લોકો ખોટી માન્યતાઓમાંથી બહાર આવે તે માટે ગામો ગામ લોકજાગૃતિ અંગેની પત્રીકાનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.

રાજકોટ ક્ષેત્રનો જનજાગૃતિ કાર્યક્રમ તા. ૧૩ ના શુક્રવારે રાત્રે ૯ વાગ્યે મહીકા ગામે યોજવામાં આવ્યો છે. ગામ સરપંચ કારોબારી સભ્યો તેમજ દિપકભાઇ જોશી, ભરતભાઇ મોલીયા, ચુનીલાલ ખુંટ, ભીમજીભાઇ હીરાભાઇ, પરસોતમભાઇ રૈયા, લાલજીભાઇ કલા, નિલેશભાઇ બાબુભાઇ, રમેશભાઇ પોપટ, મનીષભાઇ મોલીયા, આશિષભાઇ મનસુખભાઇ, કમલેશભાઇ ભીમાભાઇ, ભાવેશભાઇ ભગાભાઇ, રતીભાઇ નાનજીભાઇ, હિરેન અરજણભાઇ, મોહીત ગોવિંદભાઇ, વિનુભાઇ મોલીયા, સંદીપભાઇ ગઢીયા વગેરે જહેમત ઉઠાવીર રહ્યા છે.

વિજ્ઞાન જાથાના ઉમેશ રાવ, વિનોદ વામજા, વિનુભાઇ ઉપાધ્યાય, અંકલેશ ગોહિલ, મનસુખભાઇ મૂર્તિકાર, હિરેન રબારી, ભોજાભાઇ ટોયટા, દિનેશ હુંબલ, નિર્ભય જોશી, તુષાર રાવ, મંત્રી હર્ષાબેન વકીલ, પ્રફુલાબેન રાવના માર્ગદર્શન હેઠળ ગામો ગામ જનજાગૃતિ કાર્યક્રમો થશે. તેમ જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) ની યાદીમાં જણાવાયુ છે.

(2:51 pm IST)