Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

પુનિતનગરના રિક્ષાચાલક જયેશભાઇ મશરૂને મુસાફરે ધોકો ફટકારી દીધો

નક્કી કરેલા સ્થળ કરતાં આગળ રિક્ષા લઇ જવાનું કહી માથાકુટ

રાજકોટ તા. ૬: ગોંડલ રોડ પુનિતનગરમાં રહેતાં જયેશભાઇ મુળજીભાઇ મશરૂ (ઉ.વ.૪૫) નામના રિક્ષાચાલકને રાતે નવેક વાગ્યે ગોંડલ રોડ એસટી વર્કશોપ નજીક રિક્ષામાં બેઠેલા મુસાફરે ઝઘડો કરી માર મારતાં સારવાર લેવી પડી હતી.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે માલવીયાનગર પોલીસમાં જાણ કરી હતી. જયેશભાઇએ એક મુસાફરને બસ સ્ટેશનથી સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા સુધી બેસાડ્યો હતો. પરંતુ મુસાફરે રિક્ષા આગળ લઇ જવાનું કહી માથાકુટ કરી રસ્તા પરથી ધોકો ઉઠાવી ફટકારી દીધો હતો.

ઘર બદલવાના કલેશમાં સોનલબેને રૈયાધારમાં જેઠના ઘરે ઝેર પીધું

આજી જીઆઇડીસીમાં રહેતાં સોનલબેન અનિલભાઇ પરમાર (ઉ.વ.૩૦) તેમના જેઠાણીનું અવસાન થયું હોઇ વીસેક દિવસથી રૈયાધાર જેઠ અશોકભાઇના ઘરે પરિવારજનો સાથે રોકાયા હોઇ હવે ઘર બદલવાનું હોઇ પતિએ પોતાની ઘરે જવાની વાત કરતાં ચડભડ થતાં માઠુ લાગી જતાં તેણી ઝેરી દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી. પતિ સફાઇ કામ કરી ગુજરાન ચલાવે છે.

(12:45 pm IST)