Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

આંબરડીમાં ટ્રેકટર દિવાલમાં અથડાયા બાદ પેટમાં સ્ટીયરીંગ લાગતાં રવિનું મોત

મુળ મહારાષ્ટ્રના યુવાને રાજકોટમાં દમ તોડ્યોઃ બે સંતાને પિતાનું છત્ર ગુમાવતાં અરેરાટી

રાજકોટ તા. ૬: સાવરકુંડલાના આરંબરડી ગામમાં બીપીનભાઇની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મહારાષ્ટ્રના યુવાન રવિ મોહનભાઇ વસાવા (ઉ.વ.૨૩)ને ટ્રેકટર દિવાલમાં અથડાયા બાદ સ્ટીયરીંગ પેટમાં લાગી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

રવિ વાડીમાં ખેડાણ કર્યા બાદ ટ્રેકટર મુકવા જતો હતો ત્યારે દિવાલમાં અથડાતાં અને સ્ટીયરીંગ પેટમાં લાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અિ રાત્રીના મોત નિપજતાં મજૂર પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ કાગળો કર્યા હતાં.

કરૂણતા એ છે કે મૃત્યુ પામનાર રવિ ત્રણ બહેનનો એક જ ભાઇ હતો. તેના મોતથી એક પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં કલ્પાંત સર્જાયો છે. રવિ અને તેના પરિવારજનો અઢી ત્રણ વર્ષથી મહારાષ્ટ્રથી મજૂરી કરવા આવ્યા હતાં.

(11:23 am IST)