Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

લોકડાઉન બાદ પ્રથમ રીલીઝ થનારી ગુજરાતી ફિલ્મ 'યુવા સરકાર' : શૂટીંગ રાજકોટ - ગોંડલમાં થયું છે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૬ : ગોંડલના નિર્માતા નિલેશ કાત્રોડીયા નિર્મિત ફિલ્મ 'યુવા સરકાર' લોકડાઉન પછીના અનલોકમાં થિયેટરમાં પ્રથમ નવીનક્કોર ગુજરાતી ફિલ્મ ગણાશે. 'યુવા સરકાર' ગોંડલ - રાજકોટમાં સંપૂર્ણ શૂટિંગ પૂર્ણ કરી પૂરી રીતે ટેકનિકલી સજ્જ ફિલ્મ મુંબઇ નિર્માણ પામી છે. હર્ષલ માંકડ અને રક્ષિત વસાવડા લિખિત અને રક્ષિત વસાવડા દિગ્દર્શિત આ ફિલ્મ ગુજરાતની પહેલી એવી ફિલ્મ બનશે. જેમાં ખાદીના જ પોશાક છે યુવા લોકોને રાજનીતિમાં સક્રિય ભાગ લેવા માટેની પ્રેરણા છે અને ગોંડલમાં ગરબાકિંગ લિખિત અને કોરિયોગ્રાફર ચેતન જેઠવાનો ગાંધીરાસ પણ છે. જે ગુજરાતી ફિલ્મોમાં નવો પ્રયોગ ગણાશે.

ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હર્ષલ માંકડ, આસ્થા મહેતા, મેહુલ બુચ, જીતેન્દ્ર ઠક્કર, રાજુ યાજ્ઞિક, મિલન ત્રિવેદી હીતષ્વ નાણાવટી, સુજલ હલચલ બોય જેવા અનેક નામી કલાકારો એ કલા પાથરી છે. ફિલ્મમાં ચમકનાર નાટ્યજગતના સિનિયર અરવિંદ રાવલ અને પલ્લવી વ્યાસ, અનિશ કચ્છી હર્ષિત ઢેબર, કાજલ અગરાવત સહીતનાં એ ગોંડલ ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. નિલેશ કાત્રોડિયાના સાહસને વધાવવા ફિલ્મના દિગ્દર્શક અને મુખ્ય કલાકારોએ ગોપાલ સખીયા ના ગોંડલ સાયકલ હેલ્થ કલબના મેમ્બર સાથે સાયકલ રેલી કરી ત્યારબાદ ત્રિશુલ ગ્રુપની શુભેચ્છા મુલાકાત અને ખાદીના પ્રચાર પ્રસાર માટે ઉદ્યોગ ભારતીની મુલાકાત લીધી હતી.

આ તકે ફિલ્મમાં વિષેશ ભૂમિકા ભજવનાર સ્વરર્ણીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેર ડોકટર અર્જુનસિંહ રાણા તથા યુવા અગ્રણી ગણેશસિહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા અને સંબોધન આપ્યું હતું. 'યુવા સરકાર' ફિલ્મ નવેમ્બરની ૧૩ મી એ સિનેમામાં માટે પડદે રિલીઝ થઈ રહી છે. યુવા સરકાર લોકડાઉન બાર દેશભરમાં રિલિઝ થનારૃં પ્રથમ અર્બન ગુજરાતી ફિલ્મ છે.

(11:22 am IST)