Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

રાજકોટમાં 1100 કરોડના ખર્ચે નિર્માણ થનાર AIIMSનીકાર્યવાહીની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમીક્ષા કરી

વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા હોસ્પિટલમાં ઉપલબ્ધ સગવડતાની વિગતો મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરાઈ

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટમાં 1100 કરોડના ખર્ચે નિર્માણ પામનાર AIIMS સત્વરે ચાલુ થાય તે માટેની આનુષાંગિક કાર્યવાહીની સમીક્ષા કરી હતી. AIIMS રાજકોટ માટે ડિઝાઇન કન્સલટન્ટની નિમણૂંક થઇ ગઇ છે અને એજન્સી નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે તે સંદર્ભમાં ફેબ્રુઆરી ર૦ર૦ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી બાંધકામ શરૂ થાય તે માટે મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

   આ સમીક્ષા બેઠકમાં આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી જયંતિ રવિ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, ભારત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના અધિકારીઓ તેમજ રાજકોટ AIIMS માટે મેન્ટર ઇન્સ્ટીટયૂટ તરીકે નિમાયેલ AIIMS જોધપૂરના પ્રતિનિધિઓ અને ડિઝાઇન કન્સલટન્ટઓ ઉપસ્થિત રહ્યા હતા

  . આ બેઠકમાં AIIMS રાજકોટનું મોડલ તથા વિડીયો પ્રેઝન્ટેશન મારફતે હોસ્પિટલમાં ઉપલબ્ધ સગવડતાની વિગતો મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી. રાજકોટમાં નિર્માણ થનાર આ અદ્યતન AIIMS રૂ. ૧૧૦૦ કરોડના ખર્ચે આકાર પામશે.

(9:59 pm IST)