Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

રાજકોટમાં સાંજે વાતાવરણમાં પલટો : વાદળોની ગડગડાટી અને વીજળીના ચમકારા વચ્ચે ધોધમાર વરસાદ તૂટી પડ્યો : સત્ય સાઈ રોડ પર ઝાડ ધરાશયી લ અડધી કલાકથી એકધારો વરસાદ ચાલુ : રસ્તાઓમાં પાણી વહ્યા

રાજકોટમાં આજે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો છે આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા બાદ વીજળીના ચમકારા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો

 મહા વાવાઝોડાની અસરને પગલે સમીસાંજે વાદળોની ગડગડાટી અને વીજળીના ચમકારા સાથે અનરાધાર વરસાદ શરૂ થતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી

  દરમિયાન સત્ય સાઈ રોડ પર એક વૃક્ષ ધરાસાયી થયું છે આ લખાઈ છે ત્યારે વરસાદ ચાલુ છે રસ્તાઓમાં પાણી વહી ગયા છે છેલ્લા અડધો કલાકથી એકધારો વરસાદ વરસી રહયો છે ભારે પવન ફુંકાવાને કારણે વાતાવરણમાં ઠંકડ પ્રસરી છે

(7:03 pm IST)