Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

કચ્છમાં કરણીસેનાના પ્રતિનિધિ દ્વારા જાહેરસભામાં નિવેદન એ સમાજો-સમાજો વચ્ચે વૈમનસ્ય ફેલાવશે

કરણી સેના ઉપર પ્રતિબંધ મૂકોઃ મૂખ્યમંત્રીને આવેદન પાઠવતા રાજકોટ અનુસુચિત જાતી જનજાતિ સમાજ

રાજકોટ તા. ૬ : રાજકોટ શહેર જીલના અનુસુચિત જાતિ-અનુસુચિત જનજાતિ સમાજે મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી ''કરણી સેના'' નામના સંગઠન દ્વારા સરકાર સામે કાનુન તથા એટ્રોસીટી એકટનો વિરોધ કરી અપમાન કર્યા તે અંગે રજુઆતો કરી હતી.

આવેદનમાં જણાવેલ કે તાજેતરમાં તા.૩૦/૧૦/ર૦૧૯ ના રોજ રાપર (કચ્છ) ખાતેની રેલીરૂપી જાહેર સભામાં ''કરણી સેના''નામના સંગઠનના પ્રતિનિધિ, રાજસિંહ શેખાવત નામના શખ્સ દ્વારા સરકાર-ભારતનું બંધારણ અને કાયદા/કાનુન તથા એટ્રોસીટી એકના સરાજાહેર જાહેર સભામાં અપમાન કરી સમાજો-સમાજો વચ્ચે વૈમનસ્ય ફેલાઇ તથા ખુલ્લા હથિયારો સાથેની અમારી લડાઇ લડી અમોને ન્યાય મેળવતા આવડેછે. અમારા માટે કોઇ કાયદા/કાનુન આવતા નથી તે રીતે પોતાના સમાજોને ઉશ્કેરણી કરી, સરકાર કાયદા/કાનુન તથા એટ્રોસીટી એકટ ''મુર્દાબાદ, મુર્દાબાદ'' ના નારા લગાવડાવી સરકારને ખુલ્લી ચેલેન્જ કરેલ છે.

આ પ્રકારે જાહેર સભામાં સરકાર વિરૂદ્ધ તથા કાયદા/કાનુન અને બંધારણ વિરૂદ્ધની ભાષા વાપરી જાહેરમાં ખુલ્લી ધમકીઓ આપી સમાજો-સમાજો વચ્ચેની લડાઇ કરાવવા માટેનું ઉશ્કેરણીજનક વાતાવરણ સર્જવામાં આવ્યું છે જેના કારણે અનુસુચિત જાતિ/જનજાતિના લોકો ભયના આધાર હેઠળ આવી ગયેલ છે.

આવેદનમાં જણાવેલ કે, ગુજરાત રાજયા મુખ્યમંત્રી છો ગુજરાત રાજયની શાંતી ન ડહોળાઇ અને ગુજરાત રાજયની પ્રજા સુખેથી જીવે તેના માટે સતત પ્રયત્નશીલ છો અને સતત છેવાડાના માણસની ચિંતા કરનારાછો ''ચલો જલાયે દીપ વહાં જહાં અભીભી અંધેરા હૈ'' તેવા સુત્રને સાકાર કરનારા છો આપ આ મામલે તાત્કાલિક નિર્ણય લઇ ''કરણી સેના'' નામના સંગઠન પર પ્રતિબંધ લાદી ભવિષ્યમાં કોઇ પણ સંગઠન કાયદા-કાનુનનુ અપમાન કયારેય ન કરે તે રીતે પગલા લેવા યોગ્ય કરશો તેવી માંગણી કરાઇ હતી.

(4:02 pm IST)