Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

કલબ યુવી વિમેન્સ વિંગ અને હેલ્થ કલબ દ્વારા બેસ્ટ કેન્સર ગર્ભાશયના ટેસ્ટનું ફ્રીમાં આયોજન

રાજકોટ,તા.૬: રાજકોટ શહેરમાં કલબ યુવી સતત કાર્યરત રહે છે, કલબ યુવી રાજકોટ, અમદાવાદ સહિત અનેક ક્ષેત્રમાં કામ કરી રહો છે. નવા વર્ષમાં કલબ યુવી હેલ્થ કલબનાં માધ્યમથી કલબ યુવીનાં મેમ્બર બહેનો માટે બ્રેસ્ટ કેન્સરનાં વહેલા નિદાન માટે ફ્રી મેમોગ્રાફી ટેસ્ટ, ગર્ભાશયના મુખનાં વહેલા નિદાન માટે પેપ સ્મીયર ટેસ્ટ કરાવવાનું આયોજન કરેલ છે.

કલબ યુવી વિમેન્સ વિંગનાં ચેરપર્સન શ્રીમતી જોલીબેન ફડદુએ જણાવેલ કે, બહેનોમાં હેલ્થ ચેકઅપ અવેરનેસ લાવવી ખુબ જ જરૂરી છે તે માટે ભવિષ્યમાં અલગ અલગ પ્રોગામ આપવામાં આવશે, દિવાળી પછીનાં નવા વર્ષમાં કલબ યુવી વિમેન્સ વિંગનાં સભ્ય બહેનો માટે બ્રેસ્ટ કેન્સરનાં વહેલા નિદાન માટે ફ્રી મેમોગ્રાફી ટેસ્ટ, ગર્ભાશયના મુખના વહેલા નિદાન માટે પેપ સ્મીયર ટેસ્ટ કરાવવાનું આયોજન કરેલ છે, આ ફ્રી નિદાન કેમ્પમાં જે બહેનોએ નિદાન કરાવવાનું હોય તેમણે http:// clubuv.in/ mammographytest લોન્ક ઉપર ઓનલાઈન પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ત્યારબાદ કુંડારીયા કેન્સર પ્રેવેનશન ફાઉન્ડેશન અને રાજકોટ કેન્સર સોસાયટી દ્વારા તે બડેનોને સમય, તારીખ આપવામાં આવશે તેવી વ્યવસ્થા કરેલ છે.

વિશેષમાં કલબ યુવી વિમેન્સ વિંગનાં જોલીબેન ફડદુ તથા કમીટી મેમ્બર્સએ જણાવેલ કે, કેન્સરનું વહેલુ નિદાન થાય તે માટે જાગૃતિ કેળવવી જરૂરી છે. અમેરીકા જેવા વિકસિત દેશમાં કેન્સરનાં પહેલા / બીજા સ્ટેજમાં નિદાન થવાથી ૧૦ માંથી ૮ કેસમાં ફાયદો થાય છે. જયારે જાગૃતિનાં અભાવે ત્રીજા / ચોથા સ્ટેજમાં નિદાન થવાથી ૧૦ માંથી ૨ કેસમાં ફાયદો થાય છે. વહેલુ નિદાન થાય તે ખુબ જ જરૂરી છે. આ માટે જાગૃતિ લાવવી જરૂરી છે. તેથી દરેક બહેનોને અપીલ છે કે આ કાર્યમાં જોડાય, વધતી ઉંમર સાથે, ખાસ કરીને ૫૦ વર્ષની ઉંમર પછી સ્ત્રીઓમાં સ્તન અને ગર્ભાશયના મુખના દર્દો વધવાની શકયતાઓ જણાય છે. સ્ત્રીઓએ સમયાંતરે ડોકટર પાસે સ્તન અને ગર્ભાશયના મુખનાં કેન્સરની તપાસ કરાવવી જરૂરી છે. પરંતુ અનિવાર્ય કારણો સબબ, આળસનાં કારણે આવો તપાસો કરતાં હોતા નથી, કયારેક આવો બાબતો બહેનો માટે ગભીર સમસ્યા ઉભો કરી દયે છે તેથી કલબ યુવી વિમેન્સ વિંગ એ આ અભિયાન શરૂ કરેલ છે.

કલબ યુવી વિમેન્સ વિંગ દ્રારા ફ્રી મેમોગ્રાફી કેમ્પનું આયોજન કરીને વહેલું જીવન બચાવી શકાય તેવા શુભ આશય સાથે હાલનું અભિયાન શરૂ કરેલ છે. આ સ્તનના કેન્સરના સ્ક્રીનીંગ ટેસ્ટને મેમોગ્રાફી કહેવામાં આવે છે. ૪૦ વર્ષની ઉંમર પછી સમયાંતેર મેમોગ્રાફી કરાવવી હિતાવહ છે. સ્ત્રીઓમાં કેન્સરની જાગૃતતા ફેલાવવા માટે તથા મેમોગાફી કરાવવા કુંડારીયા કેન્સર પ્ર વેનશન ફાઉન્ડેશન - ડિવિઝન ઓફ રાજકોટ કેન્સર સોસાયટીએ આ માટે કલબ યુવીની સાથે રહીને મહિલાઓને ફ્રી માં મેમોગ્રાફી કરવાનું આયોજન કર્યું છે. સામાન્ય રીતે મેમોગાફીનો ખર્ચ આશરે રૂમ.૨,૦૦૦/- થી રૂમ.૨,૫૦૦/- નો થાય છે જે દાતાઓનાં સહયોગથી કલબ યુવી વિમેન્સ વિંગ દ્વારા ્ન માં કરી આપવામા આવો રહયો છે.

કલબ યુવી વિમેન્સ વિંગનાં ચેરપર્સન શ્રીમતી જોલીબેન ફડદુ એ જણાવેલ કે, ગર્ભાશયનાં મુખનાં કેન્સરનાં સ્ક્રીનીંગ ટેસ્ટને પેપ સ્મીયર ટેસ્ટ કહેવામાં આવે છે. ૩૦ વર્ષની ઉંમર પછી દરેક સ્ત્રીએ આ ટેસ્ટ કરાવવો હિતાવહ છે. કુંડારીયા કેન્સર પે વેનશન ફાઉન્ડેશન - રાજકોટ કેન્સર સોસાયટી દ્વારા ગર્ભાશયનાં મુખના કેન્સરનાં સ્ક્રીનીંગ ટેસ્ટ (પેપ સ્મીયર ટેસ્ટ) પણ કલબ યુવી દ્વારા ફ્રીમાં કરી આપવામાં આવશે.

તેમજ બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ દ્વારા હિમોગ્લોબીન ફ્રી ચેકઅપ તેમજ ફ્રી મેડીસીન / ટેબ્લેટ આપવાનુ પણ આયોજન કલબ યુવી કરી રહી છે.

આપને વિશેષમાં કોઈ માહિતીની જરૂરીયાત હોય તો કલબ યુવીનાં કાજલબેન પટેલ મો.નં.૬૯૪૦૮૨ ૭૧૪૫૧ નો સંપર્ક કરવો, ફ્રી નિદાન કેમ્પ કુંડારીયા કેન્સર પ્રેવેનશન ફાઉન્ડેશન (ડિવિઝન ઓફ રાજકોટ કેન્સર સોસાયટી), શ્રીમતિ અનિલાબેન કાંતિલાલ કોઠારી કેન્સર ચિકિત્સા ભવન, ૧, તિરૂપતિનગર, નિર્મલા કોન્વેન્ટ સ્કુલ સામે, રાજકોટ-૩૬૦ ૦૦૭ માં કરવામાં આવશે.

કલબ યુવી હેલ્થ કલબ અન્વયે ડો. શ્રી કિર્તીભાઈ પટેલ, ડો. શ્રી હિતેષભાઈ સાપોવડીયા વિશેષમાં જણાવેલ કે, લોકોએ હેલ્થ અવેરનેસ માટે સતત જાગૃત રહેવુ જોઈએ અને આપણા ડોકટર આપણે જ બનવું જોઈએ. લોકોએ આહાર લેવામાં ખાસ કાળજી રાખવો જોઈએ અને સાથે સાથે રોજ જરૂરીયાત મુજબની એકસરસાઈઝ કરવી જોઈએ. સામાન્ય રીતે લોકો એકસરસાઈઝ કરવાનું ટાળતા હોય છે. જો સવારમાં ૩૦ થી ૩૫ મીનોટ વોર્કીંગ કરવામાં આવે કે હળવો એકસરસાઇઝ કરવામાં આવે, તેવો જ રીતે રોજ ઓછામાં ઓછું ૩ થી ૪ લીટર પાણી પીવામાં આવે તેમજ દિવસમાં પ થી ૬ વખત જમવાની ટેવ રાખવામાં આવે તો વધુ સારૂ રહે. તેમજ દરેક લોકોએ હંમેશા કાર્યશીલ રહેવું જોઈએ અને ધુમપાન, મધપાન, તમાકુ જેવા સેવનથી દુર રહેવું જોઈએ, બને ત્યાં સુધી ઉપવાસ ન કરવો જોઈએ અને નિયમીત જમવા તથા સુવાની ટેવ રાખવી જોઈએ અને બધા જ ભોજન લેવાની ટેવ કલબ યુવીની હેલ્થ કલબમા બ્રેસ્ટ કેન્સરનાં વહેલા નિદાન માટે મેમોગ્રાફી ટેસ્ટ, ગર્ભાશયના મુખનાં વહેલા નિદાન માટે પેપ સ્મીયર ટેસ્ટ કરાવવા માટે કલબ યુવીની વિમેન્સ વિગની સાથે સાથે કુંડારીયા કેન્સર પ વેનશન ફાઉન્ડેશન, રાજકોટ કેન્સર સોસાયટી, તે મજ શ્રી શાંતીભાઈ ટી. ફળદુ, શ્રી કિશોરભાઈ કુંડારીયા, શ્રી સુરેશભાઈ મકવાણા, શ્રી ધર્મિષ્ટાબેન મકવાણા તથા આ અન્વયે કુંડારીયા કેન્સર પ વેનશન ફાઉન્ડેશનમાં પ્રોગ્રામ મેનેજર તરીકે ફરજ બજાવતા ડો. રાધીકાબેન જાવીયા તરફથી પુરો સાથ અને સહકાર મળી રહયો છે તેમજ કેન્સર હોસ્પિટલનાં તમામ ડોકટરો, સ્ટાફ જરૂરી કામગીરી કરી રહયા છે અને કેન્સર અંગે ખરેખર જાગૃતિ અભિયાન ચલાવી રહયા છે અને તેમની સતત મહેનતનો લાભ કલબ યુવો વિમેન્સ વિંગનાં બહેનોને મળો રહયો છે.

કલબ યુવી વિમેન્સ વિગની વર્કીંગ કમોટીમાં જોલીબેન ફડદુ, સોનલબેન ઉકાણી, શીતલબેન ભલાણી, દિપાલીબેન પટેલ, શિલ્પાબેન દલસાણીયા, નિશાબેન કાલરીયા, રૂચિબેન મકવાણા, બિનાબેન માકડીયા, વૈશાલીબેન ઓગાણજા, દિપ્તીબેન અમૃતીયા, નિશાબેન લાલાણી, રેખાબેન વૈષ્નાણી, શિતલબે ન હાંસલીયા, સુનિતાબેન ઓગાણજા, સીમાબેન પટેલ, મિનલબેન પટેલ, સેજલબેન કાલાવડીયા, ૨શ્મિબેન બેરા, જલ્પાબેન વાછાણી, હિરલબેન ધમસાણીયા, ખ્યાતીબેન પટેલ, શિલ્પાબેન કાલાવડીયા, શીતલબેન લાડાણી, પુજાબેન ગોલ, શિલ્પાબેન સુરાણી, શ્રૂતીબેન ભડાણીયા, જોલીબેન કાલાવડીયા, હેતલબેન પટેલ, તોરલબેન પટેલ, સરલાબેન પટેલ, નીતાબેન માકડીયા સહિતના ફરજ બજાવી રહયા છે. કલબ યુવી વિમેન્સ વિંગમાં ૧૫૦૦ થી વિશેષ પરીવારનાં બહેનો જોડાયેલ છે.

કલબ યુવી કોર કમીટીમાં પુષ્કરભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, સંદીપભાઈ માકડીયા, અજયભાઈ દલસાણીયા, બોપીનભાઈ બેરા, પફલભાઈ કાથરોટીયા, આશીષભાઈ વાછાણી, રે નિશભાઈ માકડીયા સહિતનાં ફરજ બજાવે છે. તેમજ કલબ યુવોની ૧૦૮ ની ટીમ, નવરાત્રી કલબ ટીમ, સાસ્કૃતોક કલબ, બોઝનેસ વિંગ, વિમેન્સ વિંગ, કરાઓકે કલબ, હેલ્થ કલબ સહિતની ટીમ સતત કાર્યરત રહે છે.

કલબ યુવીનાં બોર્ડ ઓફ ડાયરેકટરો શ્રી મૌલેશભાઈ ઉકાણી - ચેરમેન, શ્રી સ્મિતભાઈ કનેરીયા - વાઈસ ચેરમેન, શ્રી મહેન્દ્રભાઈ ફડદુ - એમડી, શ્રી શૈલેષભાઈ માકડીયા, શ્રો એમ. એમ. પટેલ, શ્રી જીવનભાઈ વડાલીયા, શ્રી જવાહરભાઈ મોરી, શ્રી મનુભાઈ ટીલવા, શ્રી કાન્તિલાલ ઘેટીયા ફરજ બજાવે છે.

(4:02 pm IST)