Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

સંગઠિત ગુનાખોરીને નાથવા ગુજકોકને રાષ્ટ્રપતિની મંજૂરીથી કાયદાનું સ્વરૂપ : પ્રો.કમલેશ જોષીપુરા

૩૦મી નવેમ્બર રાજકોટમાં કાયદાવિદોની હાજરીમાં સેમીનાર

રાજકોટ, તા. ૬ : સંગઠિત ગુનાખોરીને નાથવા માટે અત્યંત અસરકારક એવા 'ગુજકોક'ને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળતા કાયદાનું સ્વરૂપ ધારણ કરેલ છે તે ઘટના ફોજદારી, ન્યાયપ્રણાલીના ઈતિહાસમાં અત્યંત મહત્વપૂર્ણ બની રહશે તેમ કાયદાના પ્રોફેસર અને લીગલ રીસર્ચ ફાઉન્ડેશનના ચેરપર્સન પ્રો.કમલેશ જોષીપુરાએ જણાવ્યુ છે.

ડો.કમલેશ જોષીપુરાએ જણાવ્યુ છે કે મને એ બાબતનું ગૌરવ છે કે જે તે સમયે આ કાયદો પસાર થયો અને મંજૂરી મળવામાં વિલંબ થયેલ તે સમયે અમારી ટીમે વ્યાપક સ્વરૂપે ઝુંબેશ ચલાવેલી એટલુ જ નહિં પરંતુ આ બીલને મંજૂરી મળે તે અર્થે જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો આયોજીત કરેલ. વર્તમાન રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળેલ છે તેને અમો ખાસ આવકારી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, તત્કાલીન ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, વર્તમાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા ગૃહરાજયમંત્રી શ્રી પ્રદિપસિંહને અભિનંદન પાઠવુ છંુ.

કમલેશ જોષીપુરાએ મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યુ છે કે આ કાયદાની સમજ સૌને મળી રહે તે હેતુ રાજકોટ ખાતે કાયદાવિદોની હાજરીમાં ૩૦મી નવેમ્બરે ખાસ સેમીનાર યોજાશે.

ડો.કમલેશ જોષીપુરાએ જણાવ્યુ હતુ કે વાસ્તવમાં 'વ્હાઈટ કોલર' અને ઓર્ગેનાઈઝડ ક્રાઈમ સંદર્ભે વર્તમાન ફોજદારી કાયદાઓ પર્યાપ્ત ન હતા, એટલુ જ નહિં પરંતુ ઈન્વેસ્ટીગેટીંગ એજન્સી (પોલીસ)ની આ વિષયમાં કયાંક મર્યાદીત સતા હતી. આ સંદર્ભમાં ગુજકોક ખૂબ જ અસરકારક બની રહેશે.

(3:56 pm IST)