Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

આતંકવાદ અને સંગઠિત ગુનાખોરી સામે ગુજકોક અસરકારક : ધારાશાસ્ત્રી અનિલ દેસાઈ

રાજકોટ, તા. ૬ : ત્રાસવાદ સંગઠિત ગુનાખોરી સામે ગુજકોકને રાષ્ટ્રપતિએ મંજૂરી આપતા સૌરાષ્ટ્રના પ્રખર ધારાશાસ્ત્રી અને રાજકોટ બાર એસોસીએશનના પૂર્વ પ્રમુખ શ્રી અનિલભાઈ દેસાઈએ આવકારી અને ગુનાખોરી સામે હવે અસરકારક રીતે કામ લઈ શકાશે.

કાયદા નિષ્ણાંત અનિલભાઈ દેસાઈએ જણાવ્યુ છે કે, ગુજરાત ઘણા બધા જિલ્લાઓના અને આંતરરાષ્ટ્રીય સીમાઓ સામે દેશને રક્ષણ આપવા મજબૂત કાયદો ખૂબ જરૂરી છે. ઓર્ગેનાઈઝ ક્રાઈમ ખૂબ વધ્યો છે. સોપારી આપી, કોન્ટ્રાકટ કિલીંગ, ધાક ધમકીથી પૈસા પડાવવા, ડ્રગ્સ, સોનુ સહિતની વસ્તુઓનુ ગેરકાયદેસર વ્યાપાર, કેફી દ્રવ્યોની મોટાપાયે હેરાફેરી આ બધી બાબતો સામે સખત કાયદો એ સમયની માંગ હતી જે રાષ્ટ્રપતિએ મંજૂરીની મ્હોર મારતા હવે આ ગુજકોકનો કાયદો ખૂબ અસરકારક રીતે પૂરવાર થશે. ગુજકોકના કાયદામાં પોલીસને વધુ સત્તા આપવામાં આવી છે.

(3:55 pm IST)