Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

લે આલે... હવે પતરા પણ ડુપ્લીકેટ!... કુવાડવા પોલીસે સ્ટીલના પતરા સાથેની રિક્ષા પકડી

મોરબી રોડના રાજૂ પટેલ સામે જેએસ ડબલ્યુ કંપનીના અધિકારીની ફરિયાદ

રાજકોટ તા.૬: કુવાડવા જીઆઇડી સી નજીક કુવાડવા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન એક છકડો રીક્ષામાંથી એક જાણીતી કંપનીના માર્ક વાળા ડૂપ્લીકેટ સ્ટીલ પતરા કબ્જે કરી શીવકૃપા રૂફીંગ નામે કોપીરાઇટની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એમ.આર.પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.પી. મેઘવાડ સહિત ગત તા.૨૪/૧૦માં રોજ પેટ્રોલીંગમાં હતા. ત્યારે કુવાડવા જીઆઇ.ડી.સી.નજીક એક જી.જે.૩ઝે-૩૫૦૭ નંબરના છકડો રીક્ષાનો ચાલક શંકાસ્પદ જણાતા તેને પકડી તેનું નામ પૂછતા તેણે પોતાનુ નામ ચકુ સોમાભાઇ ભલગામડીયા (રહે.રામપરા બેટી) જણાવ્યુ હતું પોલીસે તેની પાસે લાયસન્સ માગતા તે ગલ્લા તલ્લા કરવા લાગતા પોલીસે જે.એસ.ડબલ્યુ સ્ટીલ રૂફીંગ ૨૨ પતરા પરેલ છકરો રીક્ષા ડીટેઇન કરી કાર્યવાહી કરી હતી. દરમ્યાન છકડો રીક્ષામાં પતરા હતા. શીવકૃપા કલર કોટેડ પતરાના ભાગીદાર રાજુ મણીલાલભાઇ પટેલ (વીરતીયા) (ઉ.વ.૪૫)(રહે.મોરબી રોડ મહેશ્વરીપાર્ક શેરી નં.૨ પ્લોટ નં.૮૧)ને પોલીસે પતરા કબ્જે કર્યાની ખબર પડતા તે પોલીસ મથકે આવી તેનું બીલ રજુ કર્યુ હતું. અને આ પતરા એસ.આર.કંપનીના હોવાનું જણાવ્યું હતું. અને પતરા લઇ જવા માટે વાહન ન હોવાથી તે બીજા દીવસે પતરા લઇ જવાનું કહી જતો રહ્યો હતો. તા.૨૫/૧૦ના રોજ રાજુ પટેલ પતરા લેવા ન આવતા પોલીસે પતરા ચેક કરતા તેમાં જે.એસ.ડબલ્યુ માર્ક હતો. બાદ પોલીસે જે.એસ ડબલ્યુ કંપનીના અધીકારીનો કોન્ટેકટ કરી જાણ કરતા મુંબઇમાં દાદર ખાતે શિવાજીપાર્કમાં રહેતા જે એસ ડબલ્યુ કંપનીના અધીકારી જીજ્ઞેશભાઇ હેમરાજભાઇ ચૌહાણએ રાજકોટ આવી તપાસ કરતા આ પતરા પોતાની કંપનીના ન હોવાનું જણાવ્યું હતું. અને પોતાની કંપનીનો માર્ક લગાવી ડુપ્લીકેશન કરી પતરાનું વેચાણ થતુ હોવાનું જાણવા મળ્યુ હતુ. બાદ પોલીસે શીવકૃપા કોટેડ પતરાના ભાગીદાર રાજુ પટેલનો ફોન પર સંપર્ક કરતા તેણે પતરા પર લગાવેલ માર્ક બાબતે ગોળગોળ વાતો કરતા પોલીસે જાણીતી કંપનીના અધિકારીની ફરિયાદ પરથી રાજુ મણીલાલ પટેલ સામે કોપી રાઇટએકટની કલમહેઠળ ગુનો દાખલ કરી પીએસઆઇ આર.પી.મેઘવાળે તપાસ હાથ ધરી છે.

(3:54 pm IST)