Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

રાજદિપ સોસાયટીમાં કોંગી કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી પેવિંગ બ્લોક નખાશેઃ કામનો પ્રારંભ

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં. ૧૧માં આવેલ રાજદિપ સોસાયટીમાં જનભાગીદારીની કોંગી કોર્પોરેટર વસંતબેન માલવીની ગ્રાન્ટમાંથી રૂ. ૧.૧૦ લાખનાં ખર્ચે પેવિંગ બ્લોકના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોર્પોરેટર વસંતબેન માલવી, ઘનશ્યામસિંહ જાડેજા, પરેશભાઇ હરસોડા, પારૂલબેન તથા કેતનભાઇ તાળા, પ્રકાશભાઇ વેજપરા, મથુરભાઇ માલવી, ભાવિન મારૂ, હરેશભાઇ હિરપરા, વિનુભાઇ ગમઢા, ચિરાગ માલવી, રમણીકભાઇ સહિતના કાર્યકરો અને વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:50 pm IST)