Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

દંડનો ડામ યથાવતઃ હેલ્મેટના આજે ૩૦ કેસઃ ૩૫ એનસી કેસઃ ૧૫૯૦૦નો દંડ વસુલાયો

રાજકોટઃ શહેરમાં મોટર વ્હીકલ એકટના નવા કાયદાના અમલ અનુસંધાને હેલ્મેટના દંડ વસુલવાની કાર્યવાહી પાંચ દિવસથી શરૂ થઇ છે. અત્યાર સુધીમાં હજ્જારો વાહન ચાલકો પાસેથી લાખોનો દંડ વસુલી લેવામાં આવ્યો છે. શહેરી વિસ્તારમાં હેલ્મેટની જરૂર નહિ હોવાનો વાહનચાલકોનો સ્પષ્ટ સૂર છે. પરંતુ તેને વાચા મળી રહી નથી. મસ મોટા દંડથી ગભરાઇને ટુવ્હીલર ચાલકો મજબુરીવશ થઇ હેલ્મેટ પહેરી રહ્યા છે. પોલીસ પોતાની કાર્યવાહી મક્કમ રીતે આગળ વધારી રહી છે. આજે હેલ્મેટના ૩૦ કેસ કરવામાં આવ્યા હતાં. જ્યારે ટ્રીપલ સવારીના ત્રણ કેસ થયા હતાં. આ ઉપરાંત ૩૫ એનસી કેસ અને સ્થળ પર રૂ. ૧૫૯૦૦નો દંડ વસુલાયો હતો. જ્યારે આરટીપી હેઠળ ૭૨ વાહનોના ફોટા પડાયા હતાં. તેને ઓનલાઇન મેમો મોકલાશે. આ સિવાય અન્ય પોલીસ મથકો દ્વારા થયેલી ડ્રાઇવના આંકડા સાંજે જાહેર થશે.

(3:49 pm IST)