Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

આમ્રપાલી ફાટકે અન્ડરબ્રિજના ખાતમુહુર્ત પૂર્વે સ્થળ નિરિક્ષણ કરતા રેલ્વે અધિકારીઓ

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશન દ્વારા આમ્રપાલી ફાટકે અન્ડરબ્રિજ અને હોસ્પિટલ ચોક ખાતે ટ્રાયેન્ગલ બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ્રપાલી ફાટકે અન્ડર બનાવવા રેલ્વે તંત્રને રૂ. રર.૬૧ કરોડ કોર્પોરેશન દ્વારા ચુકવવામાં આવ્યા છે. આગામી શનિવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આ બન્ને બ્રિજના કામનો પ્રારંભ થનાર છે ત્યારે આજે સવારે રેલ્વેના અધિકારીઓ દ્વારા ખાતમુહુર્ત પૂર્વે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તે વખતની તસ્વીર. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:49 pm IST)