Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

તબલા વાદક અને ગઝલકાર તરીકે મનોજ વાઘેલાની અવિરત સિધ્ધી

રાજકોટઃ તા.૬, સૌરાષ્ટ્ર-કચ્છમાં તબલાવાદકમાં તેમજ ગઝલ ક્ષેત્રે સંતવાણી ક્ષેત્રે મનોજભાઇ વાઘેલાનું નામ મોખરે છે. જેનો સંપૂર્ણ જસ તેઓ તેમના ગુરૂ સ્વ. મુગરલાલ જોષીને આપી રહયા છે. માત્ર ૨૬ વર્ષની વયે  તેઓએ તબલા વિગેરે કલાનું જ્ઞાન તેમની પાસેથી લીધેલુ.

તેઓએ જાણીતા તબલા વાદક અને સંતવાણીના સુપ્રસિધ્ધ ગાયકો આપાભાઇ ગઢવી, હિરાભલા વ્યાસ, હરસુર ગઢવી, કમલેશ ગઢવી, સ્વ. બહાદુર બાપુ, દમયંતીબેન બગડાઇ, મીનાબેન પટેલ તથા હંસાબેન ગોહિલ જેવા નામી કલાકારો સાથે તેમણે તેની તબલા વાદકની કલા કરી રહી છે.

આકાશવાણી રેડીયો સ્ટેશનમાં રેડીયો ઉપર તેના ઘણા રેકોર્ડીંગ દુરદર્શન ઉપર તેના ૪૮થી વધુ રેકોડીંર્ગ થયા છે. ગુજરાતી ચલચિત્રમાં પણ તબલા વગાડી ચુકયા છે. લક્ષ્મીકાંત પ્યારેલાલ, કલ્યાણજી આણંદજીભાઇ સાથે સંગીત કરનાર અતુલ રાણીંગાની સાથે તબલાની રંગત કરી ચુકયા છે.

મનોજ વાઘેલાની મહાન સિધ્ધીની નોંધ જાણીતી મ્યુઝીક લાયબ્રેરીમાં મુગટલાલ જોષી સાથેની સંગતની રેકોર્ડ પણ છે.

(3:48 pm IST)