Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

આજી જીઆઇડીસીમાં યુવાનનું તાવથી મોત

મુળ યુપીના ૧૯ વર્ષના યુવાને સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ ત્રણ દિ'થી તાવ હતો

રાજકોટ તા. ૬: રોગચાળાના ભરડા   વચ્ચે વધુ એક યુવાનનું તાવથી મોત થયું છે. આજી જીઆઇડીસી શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝ એરિયા-૫માં ખોડિયાર કાસ્ટીંગમાં કામ કરતાં અને ત્યાં જ રહેતાં મુળ ઉત્તર પ્રદેશના ૧૯ વર્ષના યુવાનને તાવ ભરખી ગયો છે.

વકિલ ગોકરનકુમાર વિશ્વકર્મા (ઉ.૧૯)ને આજે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ અહિ તેનું મોત નિપજ્યું હતું. આ યુવાનને ત્રણેક દિવસથી તાવ આવતો હોવાનું તેના સગાએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનાર વકિલ મુળ યુપીનો હતો અને ત્રણેક વર્ષથી રાજકોટ રહી કારખાનામાં મજૂરી કરતો હતો. તે બે ભાઇમાં નાનો હતો. બનાવથી પરિવારજનો અને સાથી કર્મચારીઓમાં શોક છવાઇ ગયો હતો. આરોગ્ય તંત્રએ આ અંગે તપાસ શરૂ કરી છે.

(3:44 pm IST)