Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

શહેરમાં છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના ૯૯ કેસ

મ્યુ.કોર્પોરેશનના ચોપડે સામાન્ય શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી સહીતના ૮૦૦થી વધુ દર્દીઓ નોંધાયાઃ તંત્ર દ્વારા ૪ હજાર ઘરોમાં ફોગીંગ કર્યાનો દાવો

રાજકોટ તા. ૬ :.. શહેરમાં મીશ્ર વાતાવરણના કારણે રોગચાળો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. મ્યુ. કોર્પોરેશનનાં ચોપડે છેલ્લા અઠવાડીયામાં ડેન્ગ્યુના ૯૯ કેસ ત્થા શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી સહિતના ૮૦૦ થી વધુ દર્દીઓ નોંધાયા છે.

મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મનપાની આરોગ્ય શાખામાં છેલ્લા અઠવાડીયામાં સામાન્ય શરદી ઉધરસ તાવના કેસ ૩ર૧, ઝાડા-ઉલ્ટીના ૩ર૮, ટાઇફોઇડ તાવના ૭, ડેન્ગ્યુના ૯૯ તથા મેલેરીયાના ર, અન્ય તાવના કેસ ૪ર, સહિત કુલ ૮૦૦ થી વધુ કેસ નોંધાયા છે.

૪૦૩૩ ઘરોમાં ફોગીગ

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મેલેરિયા વિભાગ દ્વારા ૧૩૦૧૧ ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો. ૪૦૩૩ ઘરોમાં ફોગીંગ કરાયું હોય. મચ્છર ઉત્પત્તી સબબ પ૮ ને નોટીસ ફટકારવામાં આવી હતી.

૩૮ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

ખોરાકજન્ય રોગચાળો અટકાયત માટે એક સપ્તાહમાં ફૂડ શાખા દ્વારા ૧૭-રેકડી, પ-દુકાન, પ-હોટલ-રેસ્ટોરન્ટ, પ-ડેરી ફાર્મ, ૪-રેકડી ઙ્ગસહિત કુલ ૩૩ ખાનીપીણીના ધંધાર્થીઓને ત્થા ચેકીંગ કરી ૩૮ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. ખાદ્ય પદાર્થોના પ-નમુના લેવામાં આવ્યા હતા. ૧૭  ખાણીપીણીના ધંધાર્થીઓને નોટીસ ફટકારવામાં આવી છે.

(3:44 pm IST)