Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

સિદ્ધિ એને જઈ વરે જે પરસેવે ન્હાયઃ ભારત-બાંગ્લાદેશની બીજા દિવસે પણ આકરી નેટ પ્રેકટીસ

શહેરના ખંઢેરી સ્ટેડીયમ ખાતે કાલે ભારત-બાંગ્લાદેશ વચ્ચે બીજો ટી-૨૦ મેચ રમાનાર છે. ત્રણ મેચોની સિરીઝમાં બાંગ્લાદેશ પ્રથમ મેચ જીતી શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી છે, ત્યારે કાલનો રાજકોટનો મુકાબલો રોહીતની આગેવાનીવાળી ટીમ ઈન્ડીયા માટે ડુ ઓર ડાઈ સમાન રહેશે. આજે સવારના સેશનમાં બન્ને ટીમોએ બીજા દિવસે પણ જોરદાર નેટ પ્રેકટીસ કરી હતી. બાંગ્લાદેશના ખેલાડીઓનો પહેલો મેચ જીતી જવાથી કોન્ફીડન્સ વધ્યો છે ત્યારે ભારતીય ખેલાડીઓએ પહેલા ટી-૨૦ની ભુલોમાંથી શીખવાના ભાગરૂપે પરસેવો પાડયો હતો. ભારત-બાંગ્લાદેશના ખેલાડીઓ બેટીંગ, બોલીંગ અને ફિલ્ડીંગની પ્રેકટીસ કરતા ઉકત તસ્વીરોમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:25 pm IST)