Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

હોસ્પીટલ ચોક બ્રીજનું કામ ૪૩ ટકા ઉંચા ભાવે ૮૪.૭૧ કરોડમાં ફાઇનલ

રોડ ર૯ મી પહોળા બનશેઃ સરકારી ખાનગી મિલ્કતો કપાત થશેઃ ૭૧ પીલર ફલાય ઓવરઃ મહેસાણાની અનંતા પ્રોકોન પ્રા.લી. કંપની સાથે ૪ વખત વાટાઘાટોના અંતે કોન્ટ્રાકટ ફાઇનલઃ કાલે મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં નવા ફાયર ટેન્ડરો ખરીદી, ભુગર્ભ ગટર સફાઇ કામદારોનાં સુરક્ષા સાધનો, પ્રદ્યુમન પાર્ક 'ઝુ' માં નવી બેટરી કાર ખરીદી, વિદ્યાર્થીઓ માટે ૧૪૦૦ સ્કુલ બેગ ખરીદી સહીત કુલ ૩૦ દરખાસ્તોને ચેરમેન ઉદય કાનગડ મંજુરી આપશે

રાજકોટ, તા., ૬: આવતીકાલે મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં શહેરનાં પ્રવેશદ્વાર સમાં હોસ્પીટલ ચોકમાં ટ્રાયેન્ગ્યુલર બ્રીજની મહત્વાકાંક્ષી યોજનાનું કામ ૪૩ ટકા ઉંચા ભાવે રૂ. ૮૪.૭૧ કરોડમાં મહેસાણાની અનંકત પ્રોકોન પ્રા.લી. કંપનીને આપવાનું ફાઇનલ થઇ જતા આ અંગેની દરખાસ્ત આપતી  કાલે મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં મંજુર થનાર છે.

આ અંગેની દરખાસ્તમાં જણાવાયું છે કે રાજકોટ શહેરમાં હાલના સૌથી ગીચ ટ્રાફીક સર્કલ તરીકે ગણાતા  હોસ્પીટલ ચોકમાં ટ્રાફીક સમસ્યાને હળવી કરવા માટે રાજય સરકારશ્રી દ્વારા રાજયનાં બજેટમા ખાસ જાહેરાત કરવામાં આવેલ છે. તે અન્વયે રાજકોટ મહાનગર પાલીકા દ્વારા બજેટમાં જોગવાઇ કરી ફલાઇઓવર  બ્રીજ બનાવવાનું આયોજન હાથ ધરેલ છે.

સિવિલ હોસ્પીટલ ચોકનું ટ્રાફીક વોલ્યુમ સર્વે કર્યા પછી સ્થળ ઉપર કુવાડવા  રોડ જવાહર રોડ તથા જામનગર રોડ માટે ટ્રાયએન્ગ્યુલર ફલાય ઓવર બ્રીજની ફીઝીબીલીટી નક્કી થયેલ છે. આ સ્થળે ટ્રાયએન્ગ્યુલર ફલાય ઓવર બ્રીજ બનાવવા માટે કન્સલ્ટન્ટ દ્વારા હયાત ર૪.૦૦ મી. રોડ ર૭.૦૦મી. રોડ તથા ર૯.૦૦ મી. રોડ સાથેત્રણ વિકલ્પો રજુ કરવામાં આવેલ. જે અન્વયે મુખ્યમંત્રીશ્રી તથા પદાધિકારીશ્રીઓ સમક્ષ કન્સલ્ટન્ટ દ્વારા રજુ થયેલ ત્રણેય વિકલ્પોનાં પ્રેઝન્ટેશનનાં અંતે મુખ્યમંત્રીશ્રી દ્વારા ર૯.૦૦ મી. રોડ સાથેનું ટ્રાયએન્ગ્યુલર ફલાય ઓવરબ્રીજ બનાવવા સુચન આવેલ હોય મુખ્યમંત્રીશ્રીના સુચન મુજબ ફોર લેન ફલાય ઓવરબ્રીજ બનાવતા સર્વિસ રોડની પહોળાઇ ઓછી મળતી હોય હયાત ચોવીસ મીટરનો રોડ વધારીને ર૯.૦૦ મી. કરવાનું નક્કી થયેલ છે. જે માટે જરૂરી લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ નક્કી કરવા અર્થે સ્થાયી સમીતી દ્વારા અનુમતી મળેલ હોય તેના ઉપર વહીવટી હુકમ અપાયેલ છે. આથી સરકારી ખાનગી મિલ્કતોની કપાત થશે.

સુચીત ફલાય ઓવર બ્રીજ ફોરલેન ફલાયઓવર બ્રીજ બનશે. સર્વિસ રોડની પહોળાઇ ૬.૦૦ મી. બંને તરફ, બંન્ને તરફ ફુટપાથની પહોળાઇ ૦.૯૦ મીટર, જવાહર રોડ તરફ બ્રીજની લંબાઇ ર૯૯.૦૦ મીટર, કુવાડવા રોડ તરફ બ્રીજની લંબાઇ ૪૦૦.૦૦ મી., જામનગર રોડ તરફ બ્રીજની લંબાઇ ૩૬૭.૦૦ મી., જવાહર રોડ તરફ બ્રીજનું ગ્રેડીયન્ટ ૧.ર૮, જામનગર રોડ તરફ બ્રીજનું ગ્રેડીયન્ટ ૧.૩પ કુવાડવા રોડ તરફ બ્રીજનું ગ્રેડીયન્ટ ૧:૩ર , જામનગર રોડ તરફ ૮ સીંગલ પીઅર તથા બે પીઆર કુલ-૧૬ નંગ, અમદાવાદ રોડ તરફ ૧૦ સીંગલ પીઆર તથા બે જગ્યાએ  ફોર પીઅર કુલ-૧૮ નંગ, જયુબેલી ગાર્ડન તરફ ૬ સીંગલ પીઆર તથા બે જગ્યાએ ફોર પીઅર કુલ-૧૪ નંગ, હોસ્પિટલ ચોક પર હેકસાગોનલ ગ્રીડમાં કુલ-રર નંગ અને સેન્ટરમાં ૧ પીલર એમ કુલ ૭૧ પીલર આવશે.

ઉકત કામ માટે નિમણૂંક થયેલ કન્સલ્ટન્ટશ્રી પ૯,ર૩,૭૮,૭૦૦/-નું એસ્ટીમેટ રજૂ કરવામાં આવેલ. જેનો ખર્ચ રાજય સરકારશ્રીની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પાડવાનું રહેશે.

આ કામે પ્રથમ પ્રયત્ને ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવેલ. જેમાં એક પણ એજન્સી દ્વારા ભાવ ભરાયેલ ન હોય, જેથી રી-ટેન્ડર કરાયેલ ફરીથી બીજા પ્રયત્ને ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવેલ. જેમાં પણ કોઇ એજન્સી દ્વારા ભાવ ભરાયેલ ન હોય, જેથી રી-ટેન્ડર કરાયેલ. અને ત્રીજા પ્રયત્ને ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવેલ. જેમાં બે એજન્સી દ્વારા ભાવો ભરવામાં આવેલ. આ બંને એજન્સી દ્વારા રજુ કરેલ ડોકયુમેન્ટની ચકાસણી કરતા ટેન્ડરની શરતોનુસાર બંને એજન્સી ટેકનીકલી કવોલીફાય થતી હોય તેઓની પ્રાઇસબીડ ખોલવામાં આવેલ.

એસ્ટેટમેટથી જેમાં અનંતા પ્રોકોન પ્રા.લીએ એસ્ટીમેટથી ૪૩.૧૭ % વધુ અને અજય એન્જીનીયરીંગ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી. ૪પ.પ૩% વધુ ભાવો ભરેલા.

ઉપરોકત બંને એજન્સી પૈકી અનંતા પ્રોકોન પ્રા.લી. દ્વારા રજુ થયેલ ૪૩.૧૭% વધુ ભાવ વધારે જણાતા હોય, કન્સલ્ટન્ટશ્રીનો અભિપ્રાય મેળવવામાં આવેલ તથા સદરહું એજન્સીને વાટાઘાટ માટે બોલાવેલ, પરંતુ એજન્સી દ્વારા વાટાઘાટ દરમિયાન ભાવ ઘટાડેલ ન હોય, જેથી સદરહું કામે સ્પર્ધાત્મક ભાવો મળી રહે તે હેતુથી ચોથા પ્રયત્ને રી-ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી. જેમાં બે એજન્સી દ્વારા ભાવો ભરવામાં આવેલ. આ બંને એજન્સી દ્વારા રજૂ કરેલ ડોકયુમેન્ટની ચકાસણી કરતા ટેન્ડરની શરતોનુસાર બંને એજન્સી ટેકનીકલી કવોલીફાય થતી હોય તેઓની પ્રાઇસબીડ ખોલવામાં આવેલ જેની વિગત નીચે મુજબ જેમાં (૧) અનંતા પ્રોકોન પ્રા.લી.એ ૪૯.૧૭% વધુ અને અજય એન્જીનીયરીંગ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી. પ૪.૭૬% વધુ ભાવો રજૂ કરેલ.

ઉપરોકત બંને એજન્સી પૈકી અનંતા પોકોન પ્રા.લી. દ્વારા રજુ થયેલ ૪૯.૧૭% વધુ ભાવ વધારે જણાતા હોય, કન્સલ્ટન્ટશ્રીનો અભિપ્રાય મેળવવામાં આવેલ તથા સદરહું એજન્સીને વાટાઘાટ માટે બોલાવેલ. પરંતુ એજન્સી દ્વારા વાટાઘાટ દરમિયાન ભાવ ઘટાડેલ ન હોય જેથી સદરહું એજન્સી પાસેથી રેઇટ એનાલીસીસ સીટ રજૂ કરવા ફરીથી વાટાઘાટ માટે બોાવેલ, જે અન્વયે કન્સલ્ટન્ટશ્રીએ એજન્સી દ્વારા રજૂ કરાયેલ રેઇટ એનાલીસીસની વિસ્તૃત ચકાસણી કરવામાં આવેલ તથા આ પ્રોજેકટમાં મુખ્યત્વે ક્રોક્રીટ કામ કરવાનું થતું હોય તેમજ હયાત યુટીલીટી શીફટ કરવાની થતી હોય તથા આ પ્રોજેકટ ટ્રાફીકની ગીચતા, સ્થળ સ્થિતિને ધ્યાને લેતા કન્સલ્ટન્ટશ્રીએ ૪પ% વધુ ભાવ વ્યાજબી હોવાનો અભિપ્રાય આપેલ છે. સદરહું કામ રાજકોટ શહેરની ટ્રાફીક સમસ્યાના નિવારણ માટે જરૂરી હોય, આવનાર દિવસોમાં વધારે ખચા/ થવાનું હોય ત્રીજા પ્રયત્ન પછી આ ભાવ આવેલ હોય, જે અન્વયે વાટાઘાટના અંતે અજેન્સી દ્વારા ૪૩%  વધુ ભાવથી કામ કરી આપવાની સહમતી આપેલ છે જે ભાવ ચોથા પ્રયત્નમાં એજન્સી દ્વારા રજૂ કરાયેલ ૪૩.૧૭% વધુ ભાવ કરતા પણ ઓછા હોય, જે ભાવ એડી.સીટી એન્જીનીયરશ્રી તેમજ કન્સલ્ટન્ટશ્રીના અભિપ્રાય મુજબ સૌથી ઓછા તેમજ વ્યાજબી હોય, મંજુર કરવામાં આવેલ છે.

આ કામનું એસ્ટીમેટ રૂ. પ૯,ર૩,૭૮,૭૦૦/- એજન્સીશ્રીના ૪૩.૦૦% વધુ ભાવ આવતા એકંદરે રૂ. ૮૪,૭૧,૦૧,પ૪૧/- થાય છે જે ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે.

આમ હોસ્પિટલ ચોકનો કોન્ટ્રાકટ આવતીકાલે સ્ટેન્ડીંગ કમીટીમાં મંજૂર થશે.

આ ઉપરાંત કાલથી સ્ટેન્ડીંગ કમીટીમાં પ્રદ્યુમન પાર્ક ઝુ માટે રૂ. ૮.૩૪ લાખની ૧ એવી બે બેટકીકાર રૂ. ૧૬.૬૮ લાખનાં ખર્ચે ખરીદવા ત્થા ફાયરબ્રિગેડ વિભાગ માટે નવા ૪ નંગ ફાયર વોટર ટેન્કર પ્રતિનંગ રૂ. ર૮.ર૦ લાખ લેખે કુલ રૂ. ૧.૧ર કરોડમાં ખરીદવા ત્થા ભૂગર્ભ ગટરની સફાઇ કરતા કર્મચારીઓની સુરક્ષા માટે એલર્ટ સીસ્ટમ, રીચાર્જેબલ લાઇટ હોક, લો-પ્રેસર સીસ્ટમ ફુલ માસ્ક સુટ, ઓકસીજન સેટ, ગેસ ડીટેકટ વગેરે સુરક્ષાનાં સાધનોની ખરીદી માટે કુલ ર૭.૪૧ લાખ મંજુર કરવા અને રૈયાધારામાં ઢોર માટે ૩૪.૬૩ લાખના ખર્ચે શેડ બનાવાવનો કોન્ટ્રાકટ મંજુર કરવા તેમજ મ્યુ. કોર્પોરેશન સંચાલીત શાળાનાં ૧૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ માટે પ્રતિનંગ રૂ. ૩૧પ લેખે ૧૪૦૦ નંગ સ્કુલ બેગ ખરીદવા સહિતની દરખાસ્તોને મંજુરી અપાશે.

આમ ઉપરોકત તમામ મહત્વની દરખાસ્તો સહિત કુલ ૩૦ દરખાસ્તો અંગે આવતીકાલે ચેરમેન ઉદય કાનગડનાં અધ્યક્ષ સ્થાને મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં નિર્ણયો લેવાનાર છે.

(3:24 pm IST)