Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

રાજકોટ-સૌરાષ્ટ્રમાં મગફળી-બાજરી-તલ-કપાસનો પાક ભયાનક વરસાદથી સાફ થયો છે : ઇસરોની મદદથી નવેસરથી સર્વે કરાવો

કોંગ્રેસ આગેવાન અને ખેડુત નેતા હાર્દિક પટેલ દ્વારા કલેકટરને શાંતિપૂર્ણ આવેદન

હાર્દિક પટેકલે ખેડુતોને કરોડોનું નુકશાન તમામ પાક સાફ અંગે કલેકટરને આવેદન પાઠવ્યુ તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૬ : રાજકોટ જીલ્લા કોંગ્રેસ કમીટીએ તેમની ધરખમ આગેવાન યુવા નેતા હાર્દિક પટેલની આગેવાની હેઠળ કલેકટરને આવેદન પાઠવી ખેડુતોને લીલા દુષ્કાળમાંથી ઉગારેલા  રજુઆતો કરી હતી.આવેદનમાં જણાવેલ કે ચોમાસાએ ખેડુતો માટે તબાહી મચાવી દધી છે બધા ૩૩ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છેે આ સાથે ચોમાસાની ઋતુનો કુલ ૧૪૦ ટકા વરસાદ થયો છે રાજયમાં લીલા દુકાળની ભિતી સેવાઇ છે. ૮૦.૮પ લાખ હેકટરના ખેતરોમાંથી ૪૦ ટકા ખેતરોમાં છેલ્લા ર૦ દિવસમાં સતત વરસાદથી તબાહી થઇ છે.

સૌરાષ્ટ્ર ઝોનમાં અપેક્ષા કરતા વધારે વરસાદ પડયો છે રાજકોટ જિલ્લામાં પાક તૈયાર થયો તેના ઉપર વરસાદ પડયો છે. તેથી ઉભો પાક જમીન પર ઢળી ગયોછે પારાવાર નુકશાન થયું છ.ે

વીમા કંપનીઓ અંગે માંગણી છે કે તુરંત દરેક ગામમાં અને દરેક ખેતરમાં ખેત સમિતિને સાથે રાખીને ખેડુતોની હાજરીમાં સરવે કરવામાં આવે ખેડુતો કહે તે રીતે સરવે કરીને તેમને તુરંત વળતર આપે જેમાં ખેડુતોએ પહેલી વાવણી કરી ત્યારે તેમનું બિયારણ નિષ્ફળ ગયું હતું તે પણ સામેલ કરવામાં આવે ગુજરાતના દરેક વિસ્તારમાં રહેતા મારા ખેડુત મિત્રોએ મને જે વિગતો મોકલી છે તે આપની જાણ સારૂ અહી આપી રહ્યો છું.

કયાં કેટલું નુકસાન

સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં બાજરીનો સૌથી વધુ પાક હોવાથી ત્યા સારો એવો પાક ખેતરમાં ઢળી ગયો છે. તૈયાર ટુંડા હવે નકામાં થઇ ગયા છે. ૧૩ હજાર હેકટરના મગના પાકમાં મોટુ નુકસાન છે સૌરાષ્ટ્રમાં તલનો પાક સમગ્ર ગુજરાત સૌથી વધુ પપ હજાર હેકટર લેવામાં આવ્યો છે જેમાં ૯૦ ટકા પાક ખતમ થઇ ગયો છે એટલો જ કઠોળનો પાક હતો તેમાં ૭૦ ટકા જેવું નુકશાન છે. તેથી આ બન્ને પાક ઉગાડનારા ખેડુતોને તુરંત સહાય આપવાની જરૂરી છ.ે

૧૩ લાખ હેકટર મગફળી સૌરાષ્ટ્રમાં ઉગાડી હતી જે સમગ્ર ભારતમાં સૌથી વધુ છે જેમાં ૬૦ થી ૭૦ ટકા પાક નિષ્ફળ જવાની ભિતી છ.ે ૩ર લાખ ટન મગફળી થાય એટલો સારો પાક શરૂઆતમાં હતો પણ હવ ેતેનું અડધુ ઉત્પાદન થઇ શકે તેમ નથી એક તો ડોડવા તૈયાર થઇ ગયા હતા ત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે. બીજી બાજુ અનેક ખેતરોમાં પાણી વળ્યા છે જામનગર, પોરબંદર, દ્વારકા, જુનાગઢ, રાજકોટ, સોમનાથ જિલ્લામાં મગફળીના પાકને એકજ અઠવાડીયામાં મોટુ નુકશાન થયું છે.

કપાસનો પાક સૌરાષ્ટ્રમાં આફતમાં છે ૧૯ લાખ હેકટરમાં કપાસ છે જે પવન વરસાદ અને વજનના કારણે જમીન, પર ઢળી ગયો છે ફાટી ગયો છે કપાસની જીડવા ખરાબ થઇ ગયા છે. હવે એ કરોડ ગાંસડી તો શું પ૦ લાખ ગાંસડી કપાસ થાય તો પણ ખેડુતો માટે સારૂ થશે તેથી કપાસનો વીમો મળે એ માટે સરકારે તુરંત સહાય આપવ જોઇએ.

હંમેશા માટે ખેડુતો માટે વરસાદ સારો જ હોય છે એવું માનવાને કારણ નથી પાક તૈયાર થઇ ગયા પછી જો વરસાદ થાય તો લીધો દુષ્કાળ છ.ે આવુ જ છેલ્લા ર૦ દિવસથી થઇ રહ્યું છે છેલ્લા ર૦ દિવસમાં જયાં પણ વરસાદ થયો છે ત્યાં તો તે લીલો દુષ્કાળ છે. આવું જ છેલ્લા ર૦ દિવસથી થઇ રહ્યું છે છેલ્લા ર૦ દિવસમાં જયાં પણ વરસાદ થયો છે. ત્યાં કૃષિ પાકમાં ખાનાખરાબી કરી છે પાક ઢળી ગયો છ.ે કોહવાઇ ગયો છે જીવાત આવી ગઇ છે. મુળ સડી ગયા છે છોડનું કદ વધી ગયું છે. જે આફત નોતરી છે. લીલો દુષ્કાળ થાય ત્યારે ખેડુતોને શિયાળુ પાક માટે આશા જીવંત રહે છ.ે શરૂઆતમાં વરસાદ ખેચાતા કપાસનું બિયારણ નિષ્ફળ ગયું હતું હવે પાક નિષ્ફળ ગયો છ.ે

સૌરાષ્ટ્રના મધ્ય ઝોન વિસ્તર એટલે કે રાજકોટ તથા તેની આસપાસના વિસ્તારને છોડીને સૌરાષ્ટ્રના છેવાડે આવેલા તમામ વિસ્તારમાં થયેલા પાક તેમાંય ખાસ કરીન ેકપાસ મગફળી તેમજ ટુંકા ગાળાના પાક જેવા કે અડદ, મગ અને મઠને નકુશાન થયુંછ.ે

નુકશાનની સાયી વિગતો મેળવવા માટે ઇસરોના સેટેલાઇટની મદદ લેવામાં આવે અમદાવાદ ઇસરો પાસે દરેક ખેતરના ડેટા છે. ચંદ્રયાન અંગે જ પ્રસિદ્ધી લેવી પુરતી નથી ઉપગ્રહના ડેટાનો ઉપયોગ ખેડુતો માટે કરો વીમા કંપનીઓ સાચો સરવે કરવાની નથી તેઓ રૂ.પ હજાર કરોડનું પ્રિમિયમ લઇ જશે પણ વળતર નહી આપે જો નર્મદા યોજનાની નહેર પુરી કરવામાં તમારી સરકારે વિલંબ કર્યો ન હોત તો ઉનાળામાં પણ ર૦ લાખ હેકટરમાં ખેતી થતી હોય જે ઉનાળામાં માત્ર ૩ લાખ હેકટરમાં સિંચાઇ થાય છે નર્મદા યોજના પુરી કરવામાં તમો ભલે નિષ્ફળ રહ્યા હો પણ ખેડુતોને વિમો આપવામાં પણ તમારી સરકારો સતત નિષ્ફળ રહી છ.ે ખેડુતોની મગફળી સીધી ખરીદવામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયા છ.ે તેથી ખરીદી કરવાના બદલે ખેડુતોને ભાવ ફેર આપી દેવો જોઇએ તો પણ સરકારને ફાયદો છે તમારી સરકાર ભ્રષ્ટાચાર દુર કરવા માંગતી હોય તો ઇસરોની તુરત મદદ લે.

(3:23 pm IST)