Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

કેબીસીમાં આજના એપીસોડમાં હોટસીટ ઉપર રાજકોટના શાહેદા ચંદ્રન બીરાજશે

રાજકોટ, તા.૬: શાહેદા ચંદ્રન કેબીસીમાં હોટસીટ પર પહોંચ્યા છે. શાહેદા ચંદ્રનને નાનપણથી જનરલ નોલેજમાં રસ હતો, આ ઉપરાંત રેગ્યુલર પુસ્તકો અને ન્યુઝ પેપર વાંચે છે. તેમનું માનવું છે કે આ રસને કારણે જ તેઓ કેબીસીમાં હોટસીટ સુધી પહોંચી શકયા હતા. ગુજરાતભરમાંથી ૩૫૦ સ્પર્ધકો વચ્ચે એમની પસંદગી થઇ હતી. શાહેદાબહેને કેબીસીની આ સીઝનની શરૂઆત પહેલા ચેનલની એપમાં રમ્યા હતા પરંતુ આ સીઝનની શરૂઆત થઇ ગઇ હતી અને તેમને કોલ આવ્યો નહતો તો તેમને આશા ગુમાવી દીધી હતી કે આ સીઝનમાં તેઓ હોટસીટ પર પહોંચી નહિ શકે. પરંતુ અચાનક એક દિવસ એમને ફોન આવ્યો અને મુંબઇ આવવા માટે જણાવ્યું. આમ આખરે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને મળવા અને તેમની સામે હોટસીટ પર બેસવાનો મોકો મળ્યો. આ એપિસોડ આજે ૬ નવેમ્બરના રોજ પ્રસારિત થશે.

(1:17 pm IST)