Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

અમદાવાદ, ભાવનગર અને રાજકોટ જતા મોટા વાહનો ડાયવર્ટ કરાશે

કાલે ભારત- બાંગ્લાદેશ મેચના પગલે : પોરબંદર- જુનાગઢ તરફથી રાજકોટ આવતા અને જામનગર જતાં મોટા વાહનોને ગોંડલ ચોકડી બાયપાસથી ડાયવર્ઝન, માધાપર ચોકડી નહી આવી શકે

રાજકોટ તા.૬: આવતીકાલે તા.૭ના ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાનાર ટી-૨૦ ક્રિકેટ મેચ નિહાળવા માટે રાજકોટ શહેર તથા આજુબાજુના જિલ્લા તથા તાલુકા ખાતેથી બહોળી સંખ્યામાં પ્રેક્ષકો વાહનો સાથે આવતા હોવાથી અને આ વાહનો જામનગર રોડ સ્ટેટ હાઇવે રોડ હોવાથી કોઇ અકસ્માત ન સર્જાય તેમજ ટ્રાફીક સમસ્યા ઉભી ન થાય તે માટે તા.૭ના રોજ બપોરના ૧૨ થી રાત્રીના ૨૪ કલાક સુધી જામનગર રોડ ઉપર ભારે વાહનો માટે પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલએ ટ્રક,ટેન્કર,ટેલર વગેરે જેવા હેવી વાહનો  ટ્રાફીક ડાઇવર્ટ કરવા હુકમ કરેલ છે.

(૧) અમદાવાદ તથા ભાવનગર તથા રાજકોટ તરફ જતા મોટા વાહનો ને ડાયવર્ઝન આપી મોરબી રોડ ઉપર મીતાણા/ટંકારા થઇ ધ્રોલ, જામનગર તરફ તરફ ડાયવર્ઝન કરવા. બેડી ચોકડી થઇ માધાપર ચોકડી તરફ આવી શકશે નહીં.

(૨) પોરબંદર જૂનાગઢ તરફથી રાજકોટ આવતા અને જામનગર જતાં મોટા વાહનોને ગોંડલ ચોકડી બાયપાસથી  ડાયવર્જન આપી મીતાણા/ટંકારા થઇ જામનગર ધ્રોલ તરફ જઇ શકશે. માધાપર ચોકડી તરફ આવી શકશે નહીં.

(૩) કાલાવડ તરફથી આવતા હેવી વાહનો કે.કે.વી.ચોક થઇ ગોંડલ રોડ ચોકડી થઇ બાયપાસ ગ્રીનલેન્ડ ચોકડી થઇ મોરબી રોડ મીતાણા/ટંકારા થઇ જામનગર ધ્રોલ તરફ જઇ શકશે. પરંતુ ૧૫૦ ફુટ રીંગરોડ ઉપર કે.કે.વી. ચોકથી માધાપર ચોકડી તરફ જઇ શકશે નહીં.

 સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા ક્રિકેટ મેચના કામે ફરજ પર રોકેલા વાહનો, એસ.ટી.બસ, સરકારી વાહનો, શબવાહીની, એમ્બયુલન્સ તથા ફાયર બ્રિગેડ જેવા વાહનો તેમજ ક્રિકેટ બોર્ડની ટીકીટ ખરીદીને કે પાસના આધારે ક્રિકેટ મેચ નિહાળવા ખંઢેરી સ્ટેડીયમ જતા વાહન ચાલકોને તેમજ ખંઢેરી સ્ટેડીયમની આસપાસના ગામોમાં રહેતા અને તેનો આધારભૂત પુરાવો રજુ કરી શકતા વાહન ચાલકોને આ હુકમ લાગુ પડશે. નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

(11:43 am IST)