Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

છેલ્લા ૩ માસથી અધ્ધરતાલ પ્રશ્નોનો આવેલ અંત...

કુલપતિ પેથાણીને લપડાકઃ હજારો છાત્રોને રાહત બી.એ.-બી.કોમ.-એકસ્ટર્નલના પરીક્ષા ફોર્મ ભરવાનો પ્રારંભ

રાજકોટ, તા. ૫ :. છેલ્લા ૩ માસથી અધ્ધરતાલ રહેલ એકસ્ટર્નલ વિદ્યાર્થીઓના પ્રશ્ને આખરે યુનિવર્સિટીએ ફરી પ્રવેશ કાર્યવાહી હાથ ધરી છે. આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓને રાહત મળી છે.

યુનિવર્સિટી ગ્રાંટ કમિશનની મંજુરીની પ્રક્રિયા અંતર્ગત કુલપતિ ડો. નીતિન પેથાણીએ એકસ્ટર્નલ પરીક્ષા ન લેવાનો નિર્ણય કર્યો હતો. આ સંદર્ભે કોંગ્રેસ અને ભાજપના સિન્ડીકેટ સભ્યોએ વિરોધ કરતા આખરે યુનિવર્સિટીએ ગઈકાલે પરિપત્ર જાહેર કરી એકસ્ટર્નલ પરીક્ષાના ફોર્મનો ભરવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામકે એક અખબારી યાદીમાં જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ અંતર્ગત નવેમ્બર-ડીસેમ્બર ૨૦૧૯માં લેવાનાર બી.એ., બી.કોમ. સેમેસ્ટર-૧ બાહ્ય પરીક્ષાના ઓનલાઈન ફોર્મ તા. ૭-૧૧-૨૦૧૯થી તા. ૧૨-૧૧-૨૦૧૯ સુધી   રેગ્યુલર    ફી સાથે સ્વીકારાશે. નવા આવેદનપત્રો ભરનાર વિદ્યાર્થીઓએ http://external.saurashtrauniversity.co.in ઉપરથી ફોર્મ ભરી શકશે. (૨-૧૪)

(3:39 pm IST)