Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

સેંકડો વાહન ચાલકો માટે ખુશ ખબરઃ આમ્રપાલી અને હોસ્પિટલ ચોક બ્રિજનુ શનિવારે ખાતમૂહુર્ત

માથાના દુઃખાવારૂપ ટ્રાફિક સમસ્યાના ઉકેલની દિશામાં નિર્ણાયક કદમઃ વિજયભાઇના હસ્તે ખાતમૂહુર્ત

રાજકોટ, તા., ૫: શહેરમાં રેલ્વે ફાટક તેમજ ચાર-રસ્તાઓ ઉપર ટ્રાફીકજામની સમસ્યા દુર કરવા મ્યુ. કોર્પોરેશન દ્વારા આમ્રપાલી ફાટકે અન્ડરબ્રીજ તેમજ હોસ્પીટલ ચોક  ખાતે ટ્રાર્યેન્ગલ ઓવરબ્રીજ બનાવવાનું આયોજન કરાયું છે. હવે આ બન્ને યોજનાઓ મુર્તિમંત થવાના એંધાણ છે. કેમ કે આગામી શનીવારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે આ બન્ને મહત્વકાંંક્ષી અને શહેરના વિકાસને ગતી આપતા પ્રોજેકટનું ભુમીપુજન (ખાતમુહુર્ત) થનાર છે.

આમ્રપાલી ફાટકે અંડરબ્રીજ

શહેરની ટ્રાફિક સ્મસ્યા હળવી થાય અને વાહન ચાલકોનો સમય વ્યય ના થાય તે માટે કોર્પોરેશન દ્વારા અન્ડર-ઓવરબીજ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરના રૈયા રોડ પર આમ્રપાલી ફાટકે અન્ડરબ્રીજ બનાવવા રેલ્વે તંત્રને રૂ. રર.૬૧ કરોડ ચુકવી દેવાયા છે. ત્યારે હવે તેના ખાતુમુહૂર્તની તૈયારીઓ ધમધમાટ શરૂ થયાનું જાણવા મળ્યું છે. આ બ્રીજ બનવાથી દૈનિક હજાર લોકોની યાતનાનો અંત આવશે.

વિગતો મુજબ શહેરના રૈયા રોડ આમ્રપાલી ફાટકે કિશાનપરા ચોક (કેન્સર હોસ્પિટલ સાઇડ તરફ)ની આમ્રપાલી પાર્ટી પ્લોટ સુધી ૩૩૦ મીટરની લંબાઇનો અન્ડરબ્રીજ બનાવવામાં આવશે. આ બ્રીજ બનવામાં કોઇ ખાનગી મીલ્કત કપાતમાં આવશે નહીં.

આ બ્રીજની કાર્યવાહી રેલ્વે તંત્ર દ્વારા કરવામાં આવશે. આ કામ માટે રેલ તંત્રને રૂ.રપ કરોડની ડીપોઝીટ ચુકવી દેવાઇ છે.

આ બ્રીજની ટેકનીકલ માહિતી મુજબ આ બ્રીજ કુલ ૩૩૦ મીટરની લંબાઇનો બ્રીજ બનશે. કિશાનપરા ચોકની આમ્રપાલી ફાટક સુધી ૧પ૦.૭પ સાઇઝનો બ્રીજ બનશે. બન્ને સાઇડ ૬.૬ મીટર લંબાઇ અને ૪.પ મીટર પહોળાઇના બોગદા બનાવાશે. તેમજ આજુબાજુના વિસ્તારવાસીઓને આવન-જાવન માટે ૪-પ-૪-પ મીટરના સર્વિસ રોડ બનાવાશે.

આ બ્રીજથી કોઇ ખાનગી મીલ્કત કપાત થશે નહીં. જિલ્લા લાયબ્રેરીની ૬.રર મીટર દિવાલ તથા રેસકોર્ષનો પ૬૩ સ્કે. ફૂટ ભાગ કપાત થશે. હાલમાં આમ્રપાલી ફાટક દિવસમાં ૧૮ થી ર૦ વખત ખોલ-બંધ થાય છે. દૈનિક હજારો લોકોની યાતનાનો અંત આવશે. હવે શનિવારે મુખ્યમંત્રીશ્રી રૂપાણી આ બ્રીજનું ખાતમુહૂર્ત કરશે.

હોસ્પીટલ ચોકમાં ટ્રાયએન્ગલ ઓવરબ્રીજ

શહેરના ટ્રાફીકથી ધમધમતા એવા હોસ્પીટલ ચોકમાં મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા ટ્રાયએન્ગલ ઓવરબ્રીજ બનાવવાની  કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બ્રીજનું ખાતમુહુર્ત શનીવારે મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. આ બ્રીજની ટેકનીકલ માહીતી મુજબ આ બ્રીજ કુલ ૧પ.ર મીટરની પહોળાઇનો બનશે. હોસ્પીટલ ચોકથી જામનગર રોડ તરફ ૩૬૭ મીટરની લંબાઇમાં ૮ સીંગલ પીલર તથા ૪ ડબલ પીલર, હોસ્પીટલ ચોકથી અમદાવાદ તરફ ૪૦૦ મીટરની લંબાઇમાં ૧૦ સીંગલ પીલર, ૪ ડબલ પીલર તથા જયુબેલી બાગ તરફ રર૯ મીટરની લંબાઇ તથા ૬ સીંગલ પીલર તથા ૪ ડબલ પીલરમાં બ્રીજ બનશે. તેમજ આજુબાજુ વિસ્તારવાસીઓને આવન-જાવન માટે ૭-૭ મીટરનો સર્વિસ રોડ બનાવાશે.

(3:20 pm IST)