Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

હત્યા,લૂંટ,ચોરી અને ચીલઝડપના ગુનામાં સામેલ આકાશ ઉર્ફે આકલાને પાસામાં ધકેલાયો

રાજકોટ તા.૬: ગાંધિગ્રામ વિસ્તારમાં ખૂન,લૂંટ,ચોરી અને ચીલઝડપના ગુનામાં સામેલ રીઢો આકાશ ઉર્ફે આકલો ભગવાનજીભાઇ રાઠોડ (ઉ.વ.૨૧)ને પાસામાં ધકેલી દીધો છે.

મળતી વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં હત્યા,લૂંટ,ચોરી અને ચીલઝડપના ગુન્હામાં સામેલ આકાશ ઉર્ફે આકલો ભગવાનજીભાઇ રાઠોડ  (ઉ.વ.૨૧) (રહે.રૈયા રોડ શીવપરા શેરી નં.૩ હનુમાનમઢી પાસે)ને પાસામાં ધકેલવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુકરતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇવી.વી.ઓડેદરા તથા ડીસ્ટાફના પીએસઆઇ રાજદીપસિંહ જાડેજા, હેડ કોન્સ રશ્મિનભાઇ પટેલ, રાહુલભાઇ હીતેન્દ્રસિંહ, શૈલેષભાઇ,વનરાજભાઇ, વિરભદ્રસિંહ, દિવ્યરાજસિંહ, કનુભાઇ, અને દિનેશભાઇ સહિતે આકાશ ઉર્ફે આકલાની પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલમાં ધકેલી દેવાયો છે.

(3:28 pm IST)