Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

'સ્ટેચ્યુ ઓફ યુનિટી'એ સરદારનું સાચા અર્થમાં ભવ્ય સન્માન

સરદાર પટેલના ૯૧ વર્ષની જૈફ વયના પૌત્ર ધીરૂભાઈ પટેલ કહે છે : દેશવાસીઓ માટે ગૌરવના આવા અહેસાસથી વિશેષ બીજુ શું હોઈ શકે? અમો નરેન્દ્રભાઈ અને વિજયભાઈના ઋણી છીએ : સરદારના પરીવારજનોએ રાજુભાઈ ધ્રુવ સાથેની મુલાકાતમાં લાગણીઓ વ્યકત કરી

રાજકોટ, તા. ૬ : 'લોખંડી પુરૂષ' સરદાર વલ્લભભાઈ પટેલની જગતની સૌથી ઊંચી પ્રતિમાનું લોકમાતા નર્મદાના તીરે નિર્માણ કરવાનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સપનું અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું મિશન સાકાર થયું તે ઐતિહાસિક પ્રસંગે દેશ-વિદેશથી સરદારના ૩૭ સ્વજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના લોકાર્પણની ઐતિહાસિક ક્ષણોના સાક્ષી બન્યા હતા. આ અભૂતપૂર્વ અવસરે ભાજપ અગ્રણી, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વઉપાધ્યક્ષ અને પક્ષના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવકતા શ્રી રાજુભાઈ ધ્રુવ સાથેની એક અવિસ્મરણીય મુલાકાતમાં સરદારના સ્વજનોએ ભાવવિભોર થતાં કહ્યું હતું કે, સરદારની વિદાયના લગભગ સાત દાયકા બાદ એક વિરાટ રાષ્ટ્રની વિરાટ પ્રતિભાને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્વરૂપે યથોચિત્ત્। સન્માન બક્ષવામાં આવ્યું છે. સરદારનું આ ભવ્યાતિભવ્ય સ્મારક માત્ર ભારત જ નહીં, સમસ્ત વિશ્વની આવનારી અનેક પેઢીઓને લોખંડી મનોબળ સાથે, નિૅંસ્વાર્થભાવે એક રાષ્ટ્રની અનન્ય સેવા કઈ રીતે થઇ શકે તેની અનોખી પ્રેરણા પૂરી પાડતું રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આજે આ હકીકત માનનીય વડાપ્રધાન શ્રી મોદીજીના સરદાર માટે અનન્ય આદરભાવને કારણે  સાકાર થઇ છે. અહીં એ ઉલ્લેખનીય છે કે, સરદારના તમામ પરિવારજનોને ગુજરાત સરકારે શ્નસ્ટેચ્યુ ઓફ યુનિટીલૃના કાયમી શ્નપ્રોજેકટ ગેસ્ટલૃતરીકેનો દરજ્જો આપ્યો છે.

સરદારના સ્વજનો સાથેની યાદગાર મુલાકાત અંગે એક નિવેદનમાં શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, સરદારના સ્વજનો સાથેની વાતચિત્ત્। ખુબ જ રસપ્રદ રહી હતી. શ્નસ્ટેચ્યુ ઓફ યુનિટીલૃએ રાષ્ટ્ર દ્વારા સરદારનું સાચા અર્થમાં થયેલું ભવ્ય સન્માન છે, ઉત્કૃષ્ટ ભાવથી થયેલું તર્પણ છે અને તે અભૂતપૂર્વ છે તેમ કહેતાં સરદાર વલ્લભભાઈ પટેલના ૯૧ વર્ષની જૈફ વયના પૌત્ર આદરણીય શ્રી ધીરુભાઈ પટેલ ભાવવિભોર થઇ ગયા હતા; ધીરુભાઈ ઉપરાંત, એમના સર્વ પરિવારજનોએ આવી જ લાગણી વ્યકત કરી હતી. સરદારના તમામ સ્વજનોના ચહેરા પર ખૂશી, આનંદ અને કૃતજ્ઞતાના જે ભાવ જોવા મળ્યા તેનું શાબ્દિક વર્ણન અશકય છે. શ્રી ધીરુભાઈએ કહ્યું હતું કે, લોકનેતા સરદારને આવું અને આટલું સન્માન અગાઉ કયારેય મળ્યું નથી. ઙ્કહું નાનો હતો ત્યારે સરદાર સાથે દ્યણાં જાહેર કાર્યક્રમોમાં જતો હતો પરંતુ, સરદારનું આવું સન્માન કદીયે નિહાળ્યું નથી. આજે સરદારનું આ યથોચિત્ત્। ભવ્યાતિભવ્ય સન્માન તેમજ તેના ભવ્ય પ્રતીકરૂપ, વિશ્વનું સૌથી ઉત્ત્।ુંગ સ્મારક નિહાળીને અમો સહુ પરિવારજનો ખુબ જ આનંદ, ખૂશી અને ગર્વની લાગણી અનુભવીએ છીએ.

સરદારશ્રીના સ્વજનોએ રાજુભાઈ સાથેની વાતચીત્ત્।માં કહ્યું હતું કે, ઙ્કસરદાર સાચા અર્થમાં એક રાષ્ટ્રવાદી રાજપુરૂષ અને નિસ્વાર્થ લોકનેતા હતા. સ્વાતંત્ર્યપ્રાપ્તિની વેળાએ દેશ ટૂકડે ટૂકડામાં વહેંચાઇ જવાની અણી પર હતો, ભારત રાષ્ટ્ર ખંડ ખંડ થઇ જવાની કગાર પર હતો ત્યારે સરદારશ્રીએ પોણા છસ્સો જેટલાં રજવાડાઓને પોતાની અત્યંત વિચક્ષણ બુદ્ઘિથી મહાન રાષ્ટ્રમાં વિલીન થઇ જવા માટે મનાવ્યા, સમજાવ્યા અને નહીં માનવાનો પ્રયાસ કરનારને અખંડ રાષ્ટ્રની સત્ત્।ાનો સ્વીકાર કરવા માટે મજબૂર કર્યા એ કાર્ય એટલું ઐતિહાસિક, મોટું, વિશાળ, પ્રચંડ પડકારરૂપ અને લગભગ અશકય જેવું હતું જેની કોઈ સામાન્ય માનવી તો કલ્પના પણ કરી શકે નહિ. સરદારે એકલા હાથે આવું ભગીરથ કાર્ય કઈ રીતે પાર પાડ્યું તેની વિગતોથી આજ સુધી મોટાભાગના દેશવાસીઓ અજાણ છે; હવે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના રૂપે જગતની સૌથી ઊંચી પ્રતિમા નિહાળનાર દેશના અને દુનિયાના લોકોને સ્વાભાવિક ઉત્કંઠા થશે કે, જેની આટલી વિરાટ પ્રતિમા બનાવવામાં આવી છે એ વિભૂતિ કોણ હતી. પરિણામે, સરદારશ્રીના જીવન-કવન વિષે તેઓ વધુ જાણવાની કોશિશ કરશે. સરદારશ્રીના વ્યકિતત્વ, એમના વિચારો અને એમના કાર્યોથી તેઓ અવગત થશે અને અનોખી પ્રેરણા મેળવશે. થોડાંક હજાર લોકો પણ સરદારના અનન્ય જીવનથી પ્રેરિત થશે તો તેઓનું તો જીવન બદલાશે જ પરંતુ, તેઓ બીજા હજારો, લાખો અને કરોડો લોકોના જીવન પલટાવી શકશે. આ દ્રષ્ટીએ સરદારશ્રીના આ ભવ્યાતિભવ્ય સ્મારકનું મહત્વ શું છે તેની સરળતાથી કલ્પના થઇ શકે તેમ છે.

સરદારશ્રીના ભવ્ય સ્મારકથી અમારો પરિવાર જ નહીં પરંતુ, પ્રત્યેક દેશવાસી ગૌરવાન્વિત છે અને સરદારશ્રીના ખમીર તેમજ ખુમારીનો અનુભવ કરી રહ્યો છે. સરદારશ્રીની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા ભારતમાં છે તે હકીકત દેશ અને દુનિયાવાસીઓને એવો સંદેશ પણ આપે છે કે, આવું જ વિરાટ વ્યકિતત્વ ધરાવનાર વિરલ વિભૂતિને ભારતમાતાએ જન્મ આપ્યો હતો. ભારતવાસીઓ માટે ગૌરવના આવા અહેસાસથી વિશેષ બીજું શું હોઈ શકે? સરદારશ્રીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા પ્રતિષ્ઠિત કરવા માટે અમે સરદારશ્રીના પરિવારજનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના ઋણી છીએ તેમ શ્રી ધીરુભાઈ પટેલે શ્રી રાજુભાઈ ધ્રુવ (મો.૯૪૨૬૭ ૧૯૫૫૫) સાથેની વાતચીત્ત્।ના અંતે જણાવ્યું હતું.

(3:25 pm IST)