Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

બેકાબુ ઓડી કારે ટ્રાફીક વોર્ડન એઝાઝ રીઝવીને ઉલાળ્યોઃ ચાલક સામે ગુનો

રાજકોટઃ ગાયકવાડી શેરી નં. ૬માં રહેતો ટ્રાફીક વોર્ડન એઝાઝ ઇકરાર હુસેનભાઇ રીઝવી રાત્રે માધાપર ચોકડી પાસે ટ્રાફીક પોઇન્ટ પાસે ઉભો હતો ત્યારે માધાપર સર્કલ પાસેથી પુરઝડપે ધસી આવેલી  જીજે. ર બીએચ-પ૪૧૩ નંબરની ઓડીકારે વોર્ડનને ઉલાળતા તેને ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માત સર્જાતા ચાલક કાર રેઢી મુકી ભાગી ગયો હતો.

આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે ઓડીકાર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ આદરી છે. તસ્વીરમાં અકસ્માત સર્જનાર કાર નજરે પડે છ.ે(૬.૨૨)

(3:23 pm IST)