Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

સવારે નહાવું જોઇએ કે રાત્રે?

નિષ્ણાંતોના મતે બંન્ને ટાઇમ નહાવું જોઇએ

ઉનાળા દરમ્યાન હવામાં ભેજ ઘટવાના કારણે એકથી વધુ વાર નહાવા છતાં ચામડી સુકી થઇ જાય છે. એટલે ઉનાળામાં સવારે કે સાંજે નહાવું એ પ્રશ્ન જ નથી રહેતો. ઉનાળામાં બંન્ને ટાઇમ નહાવું જોઇએ.

એરીઝોના યુનિવર્સિટીના સ્લીપ અને હેલ્થ રીસર્ચ પ્રોગ્રામના ડાયરેકટર માઇકલ કહે છે, '' સવારે નહાવાથી ઊંઘના કારણે આવેલી આળસ દૂર થાય છે અને તમે કામે વળગી શકો છો જયારે રાત્રે નહાવાથી ઊંઘ પહેલા તમે રીલેક્ષ થાવ છો. જેને કારણે ઊંઘ સારી આવે છે.''

એક જ કામગીરીથી તમે જાગી પણ જાવ અને ઊંઘ પણ સારી આવે તે વિરોધાભાસી લાગે છે ને? પણ તેનો જવાબ આપણા શરીરના આંતરિક તાપમાનમાં સમાયેલો છે, આ તાપમાનના કારણે જ ઊંઘ અને જાગવાની પ્રવૃતિઓ થતી હોય છે.

સાંજ પછી આપણા શરીરનું તાપમાન ઘટવાનું શરૂ થાય છે. અને ઊંઘ દરમ્યાન તે ઓછંુ જ રહે છે.(આ કારણે ઘણા નિંદ્રા નિષ્ણાંતો રાત્રે કસરત કરવાની ના પાડે છે. કેમ કે કસરતથી આપણા શરીરનું તાપમાન વધે છે, જેના કારણે ઊંઘનો પ્રોબ્લેમ થાય છે.) સુતા પહેલા નહાવાથી તમારી ચામડી થોડીવાર માટે ગરમ થાય છે. પણ જેવું તમે ટુવાલથી શરીર લૂછો એટલે બાષ્પીભવનના કારણે તમારૂ શરીર અને ચામડી ઠંડી પડે છે, આ ઠંડા પડવાની પ્રક્રિયા સારી ઊંઘ લાવવામાં મદદરૂપ થાય છે. એવુ એક અભ્યાસમાં બહાર આવ્યું છે.

ગ્રાન્ડનર કહે છે,  '' ટીવી સામે બેસી રહીને જાતને નુકસાન કરવા કરતા સુતા પહેલાં નહાવાનું આમ પણ ફાયદાકારક છે.''

બીજી બાજુ, સવારે તમે ઉઠો ત્યારે પગથી નહાવાનું ચાલુ કરવામાં આવે તો તમારૂ ચેત્તાતંત્ર સક્રિય બને છે. જેના કારણે શરીરનું તાપમાન વધે છે અને તમે કામ કરવા માટે સક્રિય બનો છો. આ પ્રક્રિયા રાતે નહાતી વખતે થતી પ્રક્રિયાથી તદ્દન ઉલટી બને છે.

જયોર્જ વોશીંગ્ટન યુનિવર્સિટીના ડર્મેટોલોજીના આસીસ્ટંટ પ્રોફેસર બેન્ડન મીચેલ કહે છે, શિયાળામાં જયારે હવામાંનો ભેજ ઘટે છે ત્યારે ચામડી સુકી થવાનો પ્રોબ્લેમ વધી જાય છે. ત્યારે નાહયા પછી મોઇશ્ચરાઇઝીંગ ક્રીમ લગાડવાનું ન ભુલવું જોઇએ. પણ ઘણા ક્રિમને કારણે કપડા ખરાબ થવાની તકલીફ પણ થાય છે તે કારણે સાંજે નહાઇને ક્રીમ લગાડવાથી ચામડી પણ સારી રહે છે અને કપડા ખરાબ થવાનો પ્રશ્ન ઉભો નથી થતો.''

(ટાઇમ્સ હેલ્થનાં સહકારથી)

(3:21 pm IST)