Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ચાલાવાતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમોને અમાન્ય ઠરાવતી હાઇકોર્ટ

રાજકોટ તા ૬ : રાજયમાં ચાલતા કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો કે જેને રાજય સરકારે મંજૂરી આપેલ છે તથા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા એેક્રેડીટેટેડ કરવામાં આવેલ છે તે સિવાયનાં પ્રાઇવેટ યુનિવર્સિટી દ્વારા રાજય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની મંજૂરી ક ેભારતીય કૃષિ અનુસંધાન પરિષદની ગાઇડ લાઇન મુજબ એક્રેડીટેશનમેળવ્યા વગર ચાલું કરવામાં આવેલ સઘળી પ્રાઇવેટ યુનિવર્સિટીને હાઇકોર્ટની ડબલ બચ દ્વારા મોટી લપડાક મારવામાં આવેલ છે અને આવી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ દ્વારા શરૂ કરેલ કૃષિ અને સંલગ્ન કોર્ષને અમાન્ય ઠેરવવામાં આવ્યા છે.

રાજયમાં રાય યુનિવર્સિટી, પારૂલ યુનિવર્સિટી, આર.કે. યુનિવર્સિટી  દ્વારા કૃષિ, કૃષિ ઇજનેરી, બાગાયત અન ેપોલીટેકનીક ઇન એગ્રીકલ્ચર જેવા કોર્ષ ફકત પ્રાઇવેેટ યુનિવર્સિટી  એકટનો  સહારો લઇ શરૂ કરી દીધેલ હતા. રાજયની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા પોસ્ટ ગ્રેજયુએટના એડમીશનની  પ્રક્રિયા દરમ્યાન આવી  પ્રાઇવેટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની અરજી અમાન્ય રાખતા, પ્રાઇવેેટ યુનિવર્સિટીઓ દ્વારા હાઇકોર્ટનો સહારો લઇ રાજયની કૃષિ યુનિવર્સિટીઓની પોસ્ટગ્રેજયુએટની પરીક્ષાઓમાં વિક્ષેપ ઉભો કરેલ.

હાઇકોર્ટના જજશ્રી દ્વારા રાજયની કૃષિ યુનિવર્સિટી થરફી ચુકાદો આપતા પ્રાઇવેટ યુનિવર્સિટીઓ દ્વારા જુદીજુદી ૧૧ પીટીશન દાખલ કરવામાં આવેલ જેનું હીઅરીંગ  હાઇકોર્ટના ચીફ જસ્ટીસની ડબલ બેચમાં કરવામાં આવેલ. પ્રાઇવેટ યુનિવર્સિટી તરફથી સીનીયર એડવોકેટશ્રી ધવલ દવે તથા કૃષિ યુતિવર્સિટી દ્વારા સીનીયર કાઉન્સીલર શ્રી એસ.એન. શેલત તથા શ્રી ચોૈહાણ ડી.જી. ને રોકવામાં આવેલ તેમજ સરકારશ્રી તરફથી AAG  શ્રી પ્રકાશભાઇ જાનીએ  દલીલો કરેલ.

સતત ત્રણ દિવસના હિઅરીંગ બાદ જજશ્રીઓઅ ેકૃષિ યુનિવર્સિટીઓ એકટની કલમ ૪(૪) મુજબ પ્રાઇવેટ યુનિવર્સિટીન કૃષિ અને સંોગ્ન કોર્ષ શરૂ કરતા પહેલાં રાજય સરકારશ્રીની પૂર્વ મંજૂરી તથા જે તે કૃષિ યુનિવર્સિટીની સહમતી મેળવવી જરૂરી હોય,એક પણ પ્રાઇવેટ યુનિવર્સિટીએ આવી મંજુરી મેળવેલ નથી તેમજ ભારતી કૃષિ અનુસંધાન પરિષદનાકવોલીટી એજયુકેશનના મીનીમમ સ્ટાન્ડર્ડને પણ અનુસરેલ ન હોય આવા કૃષિ અને સલંગ્ન કોર્ષ  ચલાવવાને પાત્ર ન હોય અમાન્ય ગણવામાં આવેલ છે.

આવા ઐતિહાસીક ચુકાદા પાછળ શ્રી શૈલત,શ્રી જાની તથા ચોૈહાણ ની અથાગ મહેનત, રાજય સરકારશ્રીનો કૃષિલક્ષી અભિગમ તથા કૃષિ યુનિવર્સિટીની સઘળી ઓથોરીટીની સતત સાચી મહેનને કારણે શકય બનેલ હોય, ખેડૂત સમાજ તથા કૃષિ યુનિવર્સિટીઓના  વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળેલ છે તેમજ આ ચુકાદાને વિદ્યાર્થીઓ તથા યુનિવર્સિટીઓ દિવાળીની ભેટ સમાન ગણે છે. ચુકાદો આવ્યાબાદ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ લઇ પ્રવેશ પ્રક્રિયા પુરી કરી વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ કરાવી દેવામાં આવેલ છે. (૩.૩)

(11:55 am IST)