Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

રાત્રે રાજકોટના અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો : આકાશમાં વાદળાઓ ઘેરાયા

150 ફૂટ રિંગ રોડ તરફના વિસ્તારોમાં વરસાદ ચાલુ : રાત્રે અમીછાંટણા બાદ સમગ્ર શહેરમાં વરસાદ : એકાદ કલાકથી મેઘરાજાનો મુકામ થતા રસ્તાઓ પાણી ફરી વળ્યાં

રાજકોટ :  રાત્રે રાજકોટના અનેક વિસ્તારોમાં વરસાદી અમીછાંટણા બાદ મોડેથી સમગ્ર શહેરમાં વરસાદ તૂટી પડ્યો છે,  આકાશમાં વાદળાઓ ઘેરાયા છે આ લખાઈ છે ત્યારે રાત્રે 9-30 વાગ્યે શહેરના 150 ફૂટ રિંગ રોડ તરફના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ ચાલુ છે, જયારે સમગ્ર શહેરમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે , છેલ્લી એકાદ કલાકથી વરસાદ વરસતા રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં છે

(10:21 pm IST)