Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

રોયલ સાયન્સ સ્કુલ - ધોરાજી તથા રોયલ એકેડમી રાજકોટના ઉપક્રમે યોજાયો નવરાત્રી મહોત્સવ

રોયલ ગ્રુપ ઓફ સ્કૂલ - ધોરાજીમાં નવરાત્રીના પર્વ નીમીતે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ગરબે ઝુમીયા અને રોયલ સ્કૂલના મેનેજીંગ ડાયરેકટર રાજેશભાઇ પેથાણી અને સર્વે શૈક્ષણિક ટીમ સાથે નવરાત્રીના પર્વનો ઉત્સાહભેર લાભ લીધો. આ સાથે ધોરાજી શહેરના મુખ્ય મહેમાનો હાજર રહ્યા હતા. જેમા ધોરાજી શહેરના મામલતદાર સાહેબ અને ડેપ્યુટી કલેકટર સાહેબ પણ હાજર રહ્યા હતા તથા ધોરાજી શહેરના નામાંકિત મહેમાનો તરીકે ડો.કુનાલ નવલે સર અને રોયલ સ્કુલના ટ્રસ્ટીઓ જેમ કે પ્રવિણભાઇ લાખાણી, રજનીભાઇ રૃપાપરા, જે.પી. ભાલાડા, હાજર રહ્યા હતા. તથા રોયલ સ્કુલનું નવુ સોપાન રોયલ એકેડમી - રાજકોટના સંચાલક અને મેનેજીંગ ડાયરેકટર એવા શ્રી અયનભાઇ પેથાણી અને રોયલ એકેડમીની શૈક્ષણીક ટીમ સાંકેત કૈલા, મીહિર  સીરોયા, અભીન પાઘડાર, રૃતીક પરમાર, હર્ષિત પેથાણી સર્વે શૈક્ષણીક ટીમ હાજર રહી હતી અને રોયલ સ્કૂલની શૈક્ષણીક ટીમ પણ સાથે હાજર રહી હતી. શીતલબેન પેથાણી, ઉર્જા પેથાણી, અંટાળા સર, ચભાડ સર, માવાણી સર, સંખેલીયા સર અને ધીરૃભાઇ પેથાણી, કુંજેસ લાખાણી રહ્યા હતા. સર્વે સાથે મળીને વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફ નવરાત્રીમાં ઉલ્લાસભર ઉજવણી કરી હતી.

(4:35 pm IST)