Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

શનિવારે આહીર સમાજ માટે દમદાર 'રાસોત્સવ'

વેલ્વેટ પાર્ટી પ્લોટમાં 'આહીર સંસ્કૃતિ ફોરમ'ના નેજા હેઠળ અફલાતુન આયોજન : નિઃશુલ્ક પાસ વિતરણ

રાજકોટ તા. ૬ : 'આહીર સંસ્કૃતિ ફોરમ'ના નેજા હેઠળ સમસ્ત આહીર સમાજ માટે રાજકોટના આંગણે આગામી તા. ૮ ના શનિવારે 'આહીર રાસોત્સવ - ૨૦૨૨'નું આયોજન કરાયુ છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજક ટીમના આગેવાનોએ જણાવ્યુ હતુ કે આહીર સમાજ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા 'આહીર સંસ્કૃતિ ફોરમ' સંસ્થાની સ્થાપના થઇ છે.  જેના માધ્યમથી રસોત્સવ, ટેલેન્ટ શો સહીતના આયોજનો થતા રહે છે. કોઇપણ ચાર્જ, ડોનેશન, જાહેરાત, સ્પોન્સર વગર માત્ર સંસ્થાના કમીટી મેમ્બરોના સહયોગથી આ તમામ આયોજનો કરવા સંસ્થા કટીબધ્ધ છેે.

ત્યારે હાલ નવરાત્રીને ધ્યાને લઇ સમસ્ત આહીર સમાજ પણ અર્વાચીન રાસનો લ્હાવો લ્યે તેવા આશયથી આગામી તા. ૮ ના શનિવારે સાંજે ૭ થી ૧૦ સુધી વેલ્વેટ પાર્ટી પ્લોટ, સીનર્જી હોસ્પિટલ સામે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે 'આહીર રાસોત્સવ-૨૦૨૨'નું અફલાતુન આયોજન ઘડી કઢાયુ છે. અંદાજીત ૨૦૦૦ થી વધુ લોકો રસોત્સવ માણી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ માટેના પાસનું જ્ઞાતીજનોને વિનામુલ્યે વિતરણ ચાલુ છે. પાસ મેળવવા સૌરાષ્ટ્ર ડાયાબીટીસ સેન્ટર, રૈયા ચોકડી, ડો. એમ. એ. કરમુર મો.૯૮૨૪૩ ૦૧૩૦૦, ભુષણ સ્કુલ, રણછોડનગર સોસાયટી, પરીમલભાઇ પરડવા મો.૯૯૭૪૬ ૫૦૦૬૦, મોહીતભાઇ આહીર, મુરલીધર એન્ટરપ્રાઇઝ, નાણાવટી ચોક, મો.૯૦૩૩૪ ૪૪૩૦૨, ગોકુલ ઇન્ફ્રાસ્ટકચર, એ.જી.ચોક, કાલાવડ રોડ, ધર્મેન્દ્રભાઇ વારોતરીયા, મો.૯૭૨૭૭ ૨૨૬૬૫, શુભમ વિદ્યાલય, સાધના સોસાયટી, નિલકંઠ ટોકીઝ સામે, વિવેકભાઇ મો.૭૪૦૫૦ ૯૫૧૧૧, કૈલાશ ટ્રેકટર સ્પેર્સ, ૧-મનહર પ્લોટ, લોધાવાડ ચોક, કરશનભાઇ નંદાણીયા, મો.૯૮૨૫૪ ૭૯૧૯૭, સ્પેશ ઇન્ટીરીયર, કેવલમ પાર્ક, બ્લોક નં. ૨૨, જીવરાજ પાર્ક, મુકેશભાઇ જોટવા, મો.૯૫૩૭૫ ૨૦૬૧૨, એડવોકેટ કેતન વી. મંડ, ૨૧૧ નક્ષત્ર-ર, કે. કે. વી. હોલ ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ, મો.૯૮૨૪૮ ૮૫૩૪૬, અમૃત જવેલર્સ, શ્યામલ કોમ્પલેક્ષ, મવડી મેઇન રોડ, યોગેશભાઇ જોગલ મો.૯૭૨૬૭ ૧૦૨૧૦, રીયલ ફલાવર્સ, વોકહાર્ટ હોસ્પિટલની પાછળ, યુનિ. રોડ, મુકેશભાઇ જલુ, મો.૯૮૨૫૩ ૩૪૪૬૨, પુરૃષાર્થ સ્કુલ, ૬-મોચીનગર, શીતલ પાર્ક, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાણાભાઇ મો.૯૯૯૮૪ ૧૮૧૪૩, યુનીટી ડાયગ્યોસ્ટીકસ, મીરેકલ ડોકટર હાઉસ, મહાપુજાધામ, બાલાજી હોલ પાસે, નરેન્દ્ર જાખોત્રા મો.૯૯૨૪૯ ૮૦૨૪૫, કમલેશ સોરઠીયા, વ્રજ વાટીકા એપાર્ટમેન્ટ, એ-૪૦૩, કાલાવડ રોડ, મો.૯૮૨૫૭ ૮૦૫૦૭, રીટાબેન હમીરભાઇ હુંબલ, રવેચી કૃપા, પ્રમુખસ્વામી પાર્ક, કર્ણાવતી સ્કુલ પાસે, રેલનગર ખાતે સંપર્ક કરવા અથવા વધુ માહીતી માટે હેલ્પ લાઇન નં. ૯૮૨૪૩ ૦૧૩૦૦ અને ૮૯૮૦૮ ૦૯૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા 'આહીર સંસ્કૃતિ ફોરમ' ટીમના સર્વશ્રી ડો. એમ. એ. કરમુર, પરીમલભાઇ પરડવા, ડો. જીતેન્દ્રભાઇ ગાધે, કરશનભાઇ નંદાણીયા, વિરાભાઇ હુંબલ, રાણાભાઇ ગોજીયા, મહેશભાઇ કારેથા, મુકેશભાઇ જોટવા, ડો. રાજેશભાઇ રામ, ધમેન્દ્રભાઇ વારોતરીયા, ડો. નિલેશભાઇ ચાવડા,ા મુકેશભાઇ જલુ, ડો. વિરલભાઇ બલદાણીયા, મોહીતભાઇ શિયાળ, યોગેશભાઇ જોગલ, દિનેશભાઇ દેથરીયા, એડવોકેટ દિનેશભાઇ વારોતરીયા, કમલેશભાઇ સોરઠીયા, એડવોકેટ કેતનભાઇ મંડ, ડો. પ્રશાંતભાઇ વણઝર, એડવોકેટ અનિરૃધ્ધભાઇ મિયાત્રા, ડો. તેજસભાઇ કરંગીયા, નરેન્દ્રભાઇ જાખોત્રા, વિવેકભાઇ કાનગડ, ગૌરવભાઇ વાઢેર, શ્રીમતી કિરણબેન નંદાણીયા, શ્રીમતી ગીતાબેન જોટવા, શ્રીમતી રીટાબેન છૈયા વગેરે મળી ૨૮ સભ્યો સતત જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સર્વશ્રી કરશનભાઇ નંદાણીયા, વિરાભાઇ હુંબલ, રાણાભાઇ ગોજીયા, મહેશભાઇ કારેથા, મુકેશભાઇ જોટવા,  કમલેશભાઇ સોરઠીયા, નરેન્દ્રભાઇ જાખોત્રા, રીટાબેન છૈયા વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:31 pm IST)