Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

સ્‍વર્ગસ્‍થ સ્‍વજનોની વિગતો સંગ્રહીત કરતા પોર્ટલ ‘શ્રધ્‍ધાંજલી.કોમ'ને વધુ એક સન્‍માન

રાજકોટ,તા. ૬ : ર્સ્‍ટાટઅપ ઇન્‍ડિયા, સ્‍ટેન્‍ડ અપ ઇન્‍ડિયાના ઉપક્રમે આઇ-હબ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજીત એક સેમિનાર આત્‍મીય યુનિવર્સિટી ખાતે યોજાઇ ગયો. જેમાં સ્‍કીલ ડેવલપમેન્‍ટ અને ઇન્‍ફોર્મેશન ટેકનોલોજીનાં કેન્‍દ્રીય રાજ્‍યમંત્રી રાજીવ ચંદ્રશેખર, સાંસદ મોહનભાઇ કુંડારિયા, રામભાઇ મોકરીયા, વિગેરે મહાનુભાવો અને એકેડેમીશિયન અને બહોળી સંખ્‍યામાં વિદ્યાર્થીગણ ઉપસ્‍થિત રહ્યા હતા. આ દરમિયાન શ્રધ્‍ધાંજલી.કોમ ઉપરાંત અન્‍ય સિલેકટેડ ઇનોવેશનને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

ઉલ્લેખનીય છે કે રાજકોટથી શરૂ થયેલ શ્રધ્‍ધાંજલી. કોમ ભારતવર્ષનું પ્રથમ મેમોરિયલ પોર્ટલ છે. જેમાં આપણા સ્‍વર્ગસ્‍થ સ્‍વજનોના ફોટોગ્રાફસ, વીડિયો, જીવનકથા, પ્રવચન, ફેમિલી ટ્રી, તેમનું લેખન-સર્જન વગેરે જેવી દુર્લભ યાદગીરીનો તેમાં સમાવેશ કરી શકાય છે. અને આવનારી પેઢી માટે એક પ્રકારનો સંદર્ભ ગ્રંથ તૈયાર કરે છે. આ ઉપરાંત નજીવી કિંમતમાં સ્‍વ. સ્‍વજનની જન્‍મતિથિ કે પુણ્‍યતિથિ નિમિતે તેમના પરિવાર મિત્રોને તે અંગે ઇમેઇલ તેમજ એસએમએસ દ્વારા જાણ કરવાની સુવિધા પણ ઉપલબ્‍ધ છે. વધુમાં તેમાં કોઇ પણ વ્‍યકિત જે તે સ્‍વજન અંગે અભિપ્રાય કે અન્‍ય વિચારો પણ લેખિતમાં મુકી શકાય છે.બહોળો પ્રમાણમાં કલાયન્‍ટ વર્ગ ધરાવતા આ પોર્ટલને અગાઉ લિમકા બુક, ઇન્‍ડિયા બુક, મંથન એવોર્ડ્‌સ વગેરેથી સન્‍માનિત કરાયેલ છે. ગુજરાતના તત્‍કાલીન મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ શ્રધ્‍ધાંજલી.કોમના અનોખા વિચારની લેખિતમાં પ્રશંસા કરી છે.

(4:30 pm IST)